You are here
Home > Gujarati News > જાણો બજરંગદાસ બાપા ના જીવનની એક યુવાનના હ્રદય પરિવર્તનની સત્યઘટના વિશે

જાણો બજરંગદાસ બાપા ના જીવનની એક યુવાનના હ્રદય પરિવર્તનની સત્યઘટના વિશે

મિત્રો આપણો દેશ એ આધ્યાત્મ થી ભરપુર છે અને આપણા દેશ મા એવા અલૌકિક સાધુ-સંતો નો વાસ થાય છે. જે કોઈપણ મનુષ્ય ની અંદર રહેલા પુણ્યાત્માને પારખી લે છે ને તથા ડાકુ અને લુટારાઓ ને પણ સત્ય ના માર્ગ પર ચાલતા કરી દે છે. આ દિવ્ય સંતો કાયર ને પણ શુરવીર બનાવી દે છે. હાલ બજરંગદાસ બાપા સાથે સંબોધિત એક પ્રસંગ વિશે ચર્ચા કરીશુ.

જો કોઈ તમારા જીવન મા એક અણધાર્યો બદલાવ લાવે તો સમજવુ કે તે કોઈ દિવ્ય આત્મા જ હોઈ શકે , આવુ જ કોઈ કાર્ય બજરંગદાસ બાપા દ્વારા થયેલુ છે. તેમણે તેમની વિચાર-વાણી થી એક માણસ નુ જીવન પલટી નાખ્યુ. એક પ્રસંગ એવો બને છે કે એક વ્યક્તિ બજરંગદાસ બાપા પાસે આવે છે ને કહે છે બાપુ મારા હાથ ખૂન થી રંગાયેલા છે.

હુ ખૂની છુ. મે ત્રણ ખૂન કર્યા છે. આ ખૂન નુ કોઈ સાક્ષી નથી તથા આ ખૂન નુ કોઈ પ્રમાણ પણ નથી. પરંતુ , આ દરેક ખુનો મારી મનોસ્મૃતિ મા છપાઈ ગયા છે. આ સ્મૃતિ મને જીવવા દેતી નથી. આ સ્મૃતિ મને રોજેરોજ અંદર થી મારે છે. મે એવુ સાંભળ્યુ છે કે , જો તમે કોઈ પાપ કર્યો હોય અને તમને તેનો પશ્ચાતાપ થતો હોય તો કોઈ સંત પુરૂષ ના શરણે જવુ માટે હુ મુંબઈ થી અહી તમારા શરણે આવ્યો છુ.

ત્યારે બાપુ આ યુવાન ને જણાવે છે કે જો તમે તમારા કરેલા કાર્ય બદલ સાચા હૃદય થી પ્રભુ ને સ્મરણ કરી તેની માફી માંગો તો તમારા સર્વ પાપો ધોવાઈ જશે. પરંતુ , પ્રભુ માત્ર એક જ વાર ભૂલ ને ક્ષમા આપે છે. જો તમે તે ભૂલ પુનરાવર્તિત કર્યા રાખો તો તે ભૂલ ની ક્ષમા પ્રભુ પણ નથી આપતા.

ત્યારે મુંબઈ નો આ યુવાન બાપુ ને પૂછે છે ,’મને શી રીતે ખબર પડશે કે પ્રભુ એ મને ક્ષમા આપી દીધી ?’ ત્યારે બાપુ આ યુવાન ને એક કાળુ કપડુ આપે છે અને જણાવે છે કે જે દિવસે આ કાળુ કપડુ સફેદ થઈ જાય સમજી લે જે તારા બધા જ પાપો ધોવાઈ ગયા.’

આ કાળુ કપડુ લઈ ને યુવાન મુંબઈ ચાલ્યો જાય છે અને એક પ્રાઈવેટ કંપની મા નોકરી કરી પોતાનુ જીવન પસાર કરે છે અને પ્રભુ ભક્તિ કરે છે. એક દિવસ તે નોકરી મા થી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને એક યુવતી ની ‘બચાવો , બચાવો’ ની બૂમો સંભળાણી અને આ યુવાને આ અવાજ તરફ દોટ મૂકી.

યુવાન જુએ છે કે આ યુવતિ ની પાંચ થી છ જણ ભેગા મળી ને ઈજ્જત લૂંટી રહ્યા હતા. જે જોઈ ને આ યુવાન તેમની સાથે લડી પડયો અને આ લડાઈ મા આ યુવાન ના હાથે એક નરાધમ નુ મૃત્યુ થઈ ગયુ. ફરી એકવખત તેના થી દુષ્કૃત્ય આચરાઈ ગયુ. ફરી આ પાપ નો બોજ લઈ ને યુવાન બાપા પાસે બગદાણા પહોચે છે અને સમગ્ર ઘટનાક્રમ જણાવે છે.

બાપુ કહે છે , ‘મે તને કાળુ કપડુ આપ્યુ તે ક્યા છે ?’ યુવાન આ કપડુ જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયો,’ આ કાળુ કપડુ સફેદ થઈ ગયુ હતુ’ ત્યારે બાપુ આ યુવાન ને જણાવે છે કે ,’કોઈ સ્ત્રી ની ઈજ્જત નુ રક્ષણ કરવુ એ પુણ્ય નુ કાર્ય છે માટે આજ થી તારા બધા જ પાપ પુણ્ય મા પરિવર્તીત થઈ ગયા છે.’ આવી જ રીતે કોઈ આળસુ વ્યક્તિ ને સાચા સંતપુરૂષ નો સંગાથ મળી જાય તો તે આ સંસાર નામ નો ભવસાગર પાર કરી જાય.

Top