You are here
Home > Ajab Gajab > આ છે ઇન્દોરના ‘રાહુલ ગાંધી’ નામ ના કારણે ન તો સીમકાર્ડ મળે છે કે ન લોન  

આ છે ઇન્દોરના ‘રાહુલ ગાંધી’ નામ ના કારણે ન તો સીમકાર્ડ મળે છે કે ન લોન  

ઇન્દોરના રાહુલ ગાંધી ની મુશ્કેલી એ છે કે પોતાના આ નામના કારણે તેમને કોઈ ગંભીરતાથી નથી લેતા રાહુલ ગાંધીનો કોંગ્રેસ પર જ નહિ, પોતાના નામ પર પણ પૂરો કંટ્રોલ છે. જો કોઈ અન્ય વ્યક્તિ આ નામ રાખી લે તો તેમનું જીવાવવાનું ખુબજ મુશ્કેલ બની જાય છે. ઇન્દોર ના રહેવાસી રાહુલ ગાંધી ની સાથે પણ આવું જ થઇ રહ્યું છે.

આ કોઈ મજાક નથી હકીકત છે ઇન્દોર માં એક રાહુલ નામનો વ્યક્તિ રહી છે જેનું સરનેમ છે ગાંધી. અને તેથી તેને કોઈ ગંભીરતા પૂર્વક નથી લેતા લોકો જયારે તેનું નામ પૂછે અને તે જણાવે રાહુલ ગાંધી તો લોકો મજાક ઉડાવે છે અને કોઈ સાચું નથી માનતા. આ નામના કારણે તેને સીમ કાર્ડ પણ નથી મળતું અને લોન પણ નથી મળતી.

રાહુલના પિતાજીના મિત્રો એ રાખ્યું હતું તેમનું આ નામ :  રાહુલ ની ઉંમર હાલમાં ૨૩ વર્ષ છે અને રાહુલના પિતાજી નું નામ રાજેશ ગાંધી ચ, તેમની કપડાની દુકાન છે. આની પહેલા તેઓ બીએસએફ માં હતા ત્યારે તેમના મિત્રો તેને ગાંધી કહીને જ બોલાવતા. રાહુલના જણાવ્યા અનુસાર આ કારણ થી જ તેમના પિતાજીએ ગાંધી સરનેમ રાખી છે. અને રાહુલ નું નામ પણ સ્કુલ  માં ગાંધી જ લખાવ્યું. ૨૩ વર્ષથી રાહુલ ના ડોક્યુમેન્ટ માં આ નામ જ ચાલી આવ્યું છે.

નામ બની ગયું મુસીબત : બાળપણ માં તો વધારે પરેશાની નો સામનો નહોતો કરવો પડ્યો પરંતુ હવે જયારે તેઓ મોટા થઇ ગયા છે તો ડગલે ને પગલે તેણે મજાક નો સામનો કરવો પડે છે. દરેક લોકો તેના આ નામ ના કારે તેની મજાક ઉડાવે છે. અખંડનગર ના રહેવાસી રાહુલ ગાંધી એ સીમ કાર્ડ માટે એપ્લાય કરી તો કંપની એ તેમનું નામ જોઇને વેરીફીકેશ માટે ના પાડી દીધી અને પછી રાહુલે તેના નાના ભાઈ ના નામ પર સીમ કાર્ડ લીધું. ત્યારે તેઓને સીમ મળ્યું. તેમના નામ પર કોઈ જગ્યા એ બિલ પણ નથી બનતું. આમ જોઈએ તો રાહુલ માટે તેનું નામ જ એક ખુબજ મોટી મુસીબત બની ગયું છે.

રાહુલે કાર લીવાનો પ્લાન બનાવ્યો તો લોન માટે એક કંપની ને ફોન કર્યો. તેમણે ખુબજ વ્યવસ્થિત વાત કરી, જ્યાં સુધી રાહુલે તેને પોતાનું પૂરું નામ નહોતું જણાવ્યું. રાહુલ ગાંધી નામ જણાવતા જ એ કંપની ની કર્મચારી હસવા લાગી અને કહેવા લાગી કે રાહુલ ગાંધી ઇન્દોર ક્યારે આવી ગયા. આખરે કોલ કપાઈ ગયો અને રાહુલ ને લોન ના મળી.

હવે સરનેમ બદલવા માંગે છે રાહુલ :  રાહુલ પોતાની સાથે બની રહેલી આ બધી જ ઘટનાઓ થી એટલા બધા પરેશન થઇ ગયા છે કે તેણે નક્કી કરી લીધું છે કે હવે તેઓ પોતાની સરનેમ જ બદલી નાખશે. તેમને સમાજ માં હવે પોતાના પરિવારની સરનેમ ‘માલવિય’ રાખવાનું નક્કી કરી લીધું છે.અને પોતાના બધાજ ડોક્યુમેન્ટ માં નામ બદલવા માટે તેણે એપ્લીકેશન પણ કરી દીધી છે.

Top