You are here
Home > Gujarati News > હવે શિયાળાની ઠંડીમાં બનાવો મેથી પનીરનું લસણ વાળું શાક, લાગશે એકદમ ટેસ્ટી અને મજેદાર

હવે શિયાળાની ઠંડીમાં બનાવો મેથી પનીરનું લસણ વાળું શાક, લાગશે એકદમ ટેસ્ટી અને મજેદાર

મિત્રો આમ તો ગુજરાતી એવી ઘણી રેસીપી છે જેનું માત્ર નામ લેવાથી મોંમાં પાણી આવી જતું હોય છે. આવીજ રીતે જ્યારે પનીરનું નામ સાંભળવામાં આવે ટીપી મોંમાં પાણી આવી જાય છે. પરંતુ તમે અમૂક પનીરના શાક ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક અલગ જ રેસીપી લઇને આવ્યા છીએ. જેમા તમે લસણ અને મેથીનો સ્વાદ માણી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લસણ વાળું મેથી પનીરનું શાક.

સામગ્રી ગ્રેવી માટે
મેથીના પાન એક કપ, ડુંગળી એક કપ, લીલા મરચા એક નંગ, ટામેટા એક કપ, લસણની પેસ્ટ બે ચમચી, આદુની પેસ્ટ એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, સામગ્રી સબ્જી માટે, પનીરના ટૂકડા ૨૫૦ ગ્રામ, પાણી એક કપ, ક્રીમ બે ચમચી, હળદર એન ચમચી નાની, ધાણાજીરૂ એક ચમચી, લાલ મરચું એક ચમચી, ગરમ મસાલો એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, અને તેલ

બનાવવાની રીત
મિત્રો આ મજેદાર સબ્જી માટે તમારે પહેલા ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ લરવાનું છે અને આ તેલ ગરમ થતા તેમા ડુંગળી ઉમેરીને સાંતળી લેવાની રહશે. હવે તેમા આદુ અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.

હવે આ તૈયાર થયેલી પેસ્ટ ની અંદર તમારે હવે લીલા મરચા, ટામેટા, મેથી અને એક ચમચી મીઠું મિક્સ કરીને ઢાંકીને 2-3 મિનિટ માટે ચઢવા દો. ત્યાર પછી આંચ બંધ કરી દો અને ડુંગળી, ટામેટા, મેથીના મિશ્રણને ઠંડુ કરીને મિકસરમાં પીસી લો.

હવે આ બધાને બાજુમાં મૂકી દો અને બીજ એક કઢાઇ લઈને તેમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ હવે તેમાં તૈયાર ગ્રેવી, લાલ મરચું, ગરમ મસાલો, હળદર અને ધાણાજીરૂ ઉમેરીને પાંચ મિનિટ સાંતળો અને ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે તેમા પાણી અને ક્રીમ ઉમેરીને ફરી પાંચ મિનિટ સુધી ચઢવા દો. ત્યાર પછી તેમા પનીરના ટૂકડા ઉમેરીને બે મિનિટ ચડી ગયા બાદ આંચ બંધ કરી લો. તૈયાર છે લસણ વાળું મેથી પનીરનું શાક, તેને ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.

Top