You are here
Home > Gujarati News > હવે ઈન્ટરનેટ નો ઉપયોગ કર્યા વગર જ વાપરી શકાશે જી-મેઇલ, ફોલો કરો માત્ર આ સ્ટેપ્સ

હવે ઈન્ટરનેટ નો ઉપયોગ કર્યા વગર જ વાપરી શકાશે જી-મેઇલ, ફોલો કરો માત્ર આ સ્ટેપ્સ

મિત્રો , હાલ ના આધુનિક સમય મા કોઈ પાસે સ્માર્ટફોન ના હોય એવુ ભાગ્યે જ શક્ય બને અને આ સ્માર્ટફોન મા આપણે પ્લે સ્ટોર મા થી વિવિધ પ્રકાર ની એપ્લિકેશન નો ઉપયોગ કરી આપણા કાર્યો સરળતા થી પુર્ણ કરીએ છીએ. આજે આમા ની એક એપ જી-મેઈલ વિશે ચર્ચા કરવા ની છે.

મિત્રો જે લોકો સ્માર્ટફોન યુઝ કરતા હશે તે બધા પાસે જી-મેઈલ એકાઉન્ટ તો હોય જ. કારણ કે , સંપુર્ણ સ્માર્ટફોન નો એક્સેસ મેઈલ એકાઉન્ટ ક્રિએટ થયા બાદ જ થઈ શકે. આનો અર્થ એવો થયો કે તમારા ફોન ની સંપુર્ણ ગતિવિધી પર ગુગલ ની દેખરેખ છે. આ ઉપરાંત કોઈ વિશેષ એપ્લિકેશન કે વેબસાઈટ મા લોગ ઈન કરવા માટે ઈ-મેઈલ આઈડી ની જરૂરીયાત પડે.

આજ ના આધુનિક યુગ મા ઈન્ટરનેટ તમને ઘણી સેવાઓ પુરી પાડે છે. તેમા ની એક છે ઇ-મેઈલ આંગળી ના ટેરવે એક ખુણે થી બીજા ખુણે સંદેશાવ્યવહાર થઈ શકે તે પણ મફત મા. આ બધુ શક્ય બને છે જી-મેઈલ એપ દ્વારા. જી-મેઈલ સમય પ્રમાણે નવા-નવા ફિચર્સ ઉમેરતુ જ રહે છે.

હમણા થોડાક સમય પહેલા જી-મેઈલ એ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ બેઝડ ફિચર ઉમેર્યુ હતુ. પરંતુ , આજે આપણે જે ચર્ચા કરવા ની છે કે જી-મેઈલ ઈન્ટરનેટ વિના પણ કાર્ય કરે છે. હાલ થોડા સમય પહેલા ગુગલે જી-મેઈલ ને રીડિઝાઈન કરી અને તેમા અવનવા ફિચર્સ ઉમેર્યા અને તેમાનુ એક ફિચર છે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ બેઝડ ફિચર. જેની મદદ થી તમે ઈન્ટરનેટ વિના પણ જી-મેઈલ ચલાવી શકો છો.

જો તમારી પાસે ઈન્ટરનેટ ન હોય તો પણ તમે જી-મેઈલ એપ એક્સેસ કરી શકશો. મેઈલ રીડ કરી શકશો , મેઈલ રીસીવ કરી શકશો તથા મેઈલ કાઢી પાણ શકો અને સેન્ડપણ કરી શકો. આ સુવિધા એક્સેસ કરવા માટે નીચે મુજબ ના પગલા અનુસરો.

પગલુ – 1 : સૌપ્રથમ ગુગલ ક્રોમ 61 ડાઉનલોડ કરો.

પગલુ – 2 : જી-મેઈલ એપ્લિકેશન ની ટોપ જમણીબાજુ પર જઈ ને gearlink settings પર ક્લિક કરો.

પગલુ – 3 : ડ્રોપડાઉન મેનુ મા જઈ ને settings ટેબ પર ક્લિક કરો.

પગલુ – 4 : મેનુ મા જઈ ને ‘ઓફ્લાઈન’ ટેબ પર ક્લિક કરો.

પગલુ – 5 : ‘enable offline mail’ ઓપ્શન પર ક્લિક કરો.

આ મુજબ ના પગલા અનુસર્યા બાદ તમે કોઈપણ જગ્યા એ કોઈપણ સ્થિતી મા ઈન્ટરનેટ વગર જી-મેઈલ નો યુઝ કરી શકશો તથા તેમા મેઈલ સેન્ડ , રીડ , રીસીવ તથા ડિલીટ કરી શકશો. ગુગલ આવા અવનવા ફિચર્સ લાવી ને યુઝર્સ ને હંમેશા પોતાની તરફ આકર્ષાતી રહે છે અને પોતાની નંબર-1 ની પરીસ્થિતી જાળવી રાખે છે.

Top