You are here
Home > Featured > હાથણી એ પૂરી રાત ગાંડાની જેમ ખોદ્યો ખાડો, સવારે લોકો એ પાસે જઈ જોયું તો રડવા લાગ્યા..

હાથણી એ પૂરી રાત ગાંડાની જેમ ખોદ્યો ખાડો, સવારે લોકો એ પાસે જઈ જોયું તો રડવા લાગ્યા..

મિત્રો, કહેવાય છે ને કે એક માં થી વિશેષ આ દુનિયામા કઈ જ નથી હોતું. જો માં જ ના હોત તો આ સૃષ્ટિનું સર્જન જ ના થયું હોત. એક માં જ એવી છે જે દરેક ની ઈચ્છા સમજી તેને પૂરી કરી શકે છે. માં ને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક બાળકને તેની માં થી વિશેષ કોઈ જ નથી સમજી શકતું. માં વિના આ દુનિયા જ અધુરી લાગે છે.

માં અને બાળક નો સંબંધ ઘણો મહત્વપૂર્ણ હોઈ છે ભલે તે પછી માણસ નો હોઈ કે જાનવર નો. આખરે માં તો માં જ હોઈ છે. આ સંબંધ ની મહત્વતા ને શબ્દો માં બોલવું મુશ્કેલ છે. આ સંબંધ એ દિવસે કાયમ થઈ જાય છે જે દિવસે એક બાળક માં ની કુખ માં જન્મ લે છે. આજે અમે તમને એક એવા મામલા વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો અને વિચારમાં પડી જશો કે સાચે આવું જ હોય છે. હાલ માં એક એવો મામલો સામે આવ્યો છે જેને જોયા બાદ ફરીથી તે સાબિત થઈ જશે કે દુનિયામાં એક માં થી વિશેષ કઈ જ નથી.

જણાવી દઈએ કે આ મામલો છે છતીસગઢ ના સુરજપુર નો. જ્યાં એક હાથીણી નું બાળક ઉંડા ખાડા માં પડી જાય છે. જાણકારી મુજબ બતાવવા માં આવે છે કે આ હાથીણી રાતના સમયે તેના બાળક સાથે જંગલ પસાર કરી રહી હતી. એ જ સમયે તેનું નાનું બાળક રસ્તા માં બનાવેલા એક ખાડા માં પડી જાય છે. તેને બચાવવા માટે હાથીણી એ ઘણો જ સંઘર્ષ કર્યો. સતત ૧૧ કલાક રોકાયા વગર તેણે ખાડો ખોદયો.

તમને જણાવી દઈએ કે બીકમાં ને બીકમાં તે તેના બાળક ઉપર જ માટી નાખતી હતી. તેણે સવાર સુધી માટી ખોદવાનું ચાલુ રાખ્યું પરંતુ લાખ કોશિશો ઉપરાંત પણ તે તેના બાળક ને બહાર ના કાઢી શક્યું. અંતમાં તે જયારે થાકી ગઈ ત્યારે રડવા લાગી તો તેના રડવા ની અવાજ સાંભળી આજુબાજુ ના ગામવાળા ત્યાં પહુંચી ગયા.

ગામવાળા આ અવાજ સાંભળી જંગલ માં જ્યાં હાથીણી નું બાળક પડ્યું હતું ત્યાં આવી પહોચ્યા, પરંતુ તેને સમજમાં ના આવી રહ્યું હતું કે તે શા માટે રડે છે ત્યારે જ તે લોકો ને જાણવા મળ્યું કે તેનું બાળક ખાડા માં પડી ગયું છે જેના પછી તે લોકો મદદ માટે આગળ આવ્યા અને તેને બહાર કાઢવા ખુબ જ મહેનત કરી અને હાથીણી ને પછી કેળા દેખાડી તેનું ધ્યાન ભટકાવ્યું.

પછી તેણે તે હાથી ના બાળક ને ખાડા માંથી બહાર કાઢ્યું. એ પછી તે હાથીણી તેના બાળક સાથે જંગલ માં ચાલી ગયી. ગામવાળા ને પણ શાંતિ થઈ ગઈ કે હાથીણી નું બાળક બહાર નીકળી ગયું.

 

Top