You are here
Home > Gujarati News > હનુમાનજીના આ મંદિરની પાસે, ઝડપથી ચાલતી ટ્રેનની ગતિ પણ થઈ જાય છે ધીમી, જાણો કારણ…

હનુમાનજીના આ મંદિરની પાસે, ઝડપથી ચાલતી ટ્રેનની ગતિ પણ થઈ જાય છે ધીમી, જાણો કારણ…

કળયુગ મા માણસ ને ભગવાન પર ભરોસો રહ્યો નથી પરંતુ તેની હાજરી તો આ જગત મા છે જ અને જેનો પરચો તે કોઈ ના કોઇ રીતે આપે જ છે. આ સમર્થ દીનદયાળુ પ્રભુ જ આપણા કર્તા હર્તા છે. આજ ની જે જાણકારી અમે તમને આપવા જઈ રહ્યા છીએ તેથી તમને એવુ વિશ્વાસ આવી જાશે કે ભગવાન છે. અહીં વાત કરવામા આવી છે એક અદ્ભુત મંદિર ની કે જ્યાં થી પસાર થતી રેલગાડી ની ગતિ થઈ જાય છે ધીમી. આ ચમત્કાર ત્યાંના લોકોએ નરી આંખે નિહાળીને જોયું હતું.

અહિયાં જે જગ્યા ની વાત કરવામાં આવે છે તે આ ચમત્કારિક મંદિર ભારત ના મધ્યપ્રદેશ રાજ્ય ના સાજાપુર જીલ્લા ના બોલાઈ ગામ નુ છે. આશરે આજ થી લગભગ ૬૦૦ વર્ષ જૂનું આ મંદિર સિધ્ધવીર ખેડાપતિ હનુમાનજી ના નામે સુપ્રસિદ્ધ છે તેમજ એવું માનવામાં આવે છે કે અહિયાં દર્શન કરવાથી બધા દુઃખો નો ચમત્કારિક રીતે નાશ થાય છે.

આ મંદિર મા જે વ્યક્તિઓ ખરાં દિલ થી કોઈ પણ ઇચ્છા વ્યક્ત કરે અથવા તો કોઇપણ વસ્તુ ની યાચના કરે તો તે મળી જાય છે. અહીયા માત્ર આ રાજ્ય માથી જ નહી પરંતુ આખા ભારત માથી વ્યક્તિઓ માનતાં માને છે અને માનતા પુરી કરવા આવે છે. અહિયાં આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુઓ એવુ માને છે કે હનુમાનજી તેનુ ભવિષ્ય ભાખી અને તેને આવનારી મુશ્કેલીઓ થી સચેત કરી તેને દૂર કરે છે. જેના લીધે જ અહિયાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ ની શ્રદ્ધા અતુટ છે.

તમે જાણીને અચરજ પામશો કે અહીયા ના સ્થાનિક પ્રદેશ ના માણસો એવુ માને છે કે અહી આવનાર યાત્રાળુઓ ને પહેલે થી જ આવનારી મુસીબત વિશે જાણ થઈ જાય છે અને તેનો મુકાબલો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. મંદિર પાસે થી આવ જા કરનારી રેલગાડી પણ એકાએક ધીમી પડી જાય છે. જેને એક ચમત્કાર મનવામા આવે છે.

અહિયાં ના પુજારી દ્વારા જણાવવા મા આવ્યું હતું કે અહિયાં ઘણા વર્ષો પહેલા એક પ્રસંગ બન્યો હતો કે જેમાં બે માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી પરંતુ કોઈ નુકશાન ન થતા તેના ચાલક ને પુછતા એવુ જાણવા મળ્યુ કે તેને અગાઉ થી જ એવુ લાગ્યુ કે અકસ્માત થવાનો છે અને તેથી તેની માલગાડી ની ગતિ આપોઆપ ઘટવા લાગી. તમને આ વાત નો કદાચ ભરોસો નઈ થાય પરંતુ આ એક સત્ય ઘટના છે.

Top