You are here
Home > Gujarati News > જીવનમાં જો હોય મુશ્કેલીઓ તો આજે જ કરો હનુમાનજી મહારાજ ના આ 10 કામ, બધી મુશ્કેલીઓ નું મળશે સમાધાન, ચમકી જશે ભાગ્ય

જીવનમાં જો હોય મુશ્કેલીઓ તો આજે જ કરો હનુમાનજી મહારાજ ના આ 10 કામ, બધી મુશ્કેલીઓ નું મળશે સમાધાન, ચમકી જશે ભાગ્ય

હનુમાનજી ની પૂજા કરવાથી ખુબ જ લાભ થાય છે. હવે પૂજા પાઠ તો બધા કરે છે. પરંતુ જો તમે બજરંગબલી માટે ૧૦ કામ વધારે સારા કરો તો તમને ઘણો ફાયદો જ ફાયદો થશે. તમારા જીવન ની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારું ભાગ્ય પણ ચમકી જશે. આર્થીક સ્થિતિ પણ સુધરી જશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, હનુમાનજી માટે આ કામ કરવાથી દરેક મુશ્કેલી નું સમાધાન થઇ શકે છે. તો ચાલો જાણી લઇએ કે તમારે શું શું કરવું જોઈએ.

મંગળવાર અથવા શનિવાર ના દિવસે હનુમાનજી ના નામ નું વ્રત રાખવું. તેનાથી હનુમાનજી પ્રશન્ન થાય છે. હનુમાનજી તમારું ભોજન નો ત્યાગ કરવાથી ખુશ થશે અને બદલા માં તમને ઘણું બધું આપી દે છે. એટલે તમારે જો કોઈ ઈચ્છા છે જેને તમે પૂર્ણ કરવા માગો છો. તો હનુમાનજી ના નામ નો ઉપવાસ કરવો એનું ખુબ જ સારું ફળ મળે છે..

હનુમાનજી ના મંદિર માં નારિયેળ અને ચણા નો પ્રસાદ ચડાવવો. આમ તો આ પ્રસાદી ને તમે કોઈ પણ દિવસે ચડાવી શકો છો. પરંતુ મંગળવાર અને શનિવાર ના દિવસે ચડાવવાથી અને બીજા લોકો ને આ પ્રસાદ આપવાથી ખુબ જ લાભ થાય છે. તેનાથી હનુમાનજી ના આશીર્વાદ હમેશા તમારી ઉપર બની રહે છે.

હનુમાનજી નું નામ લેતા લેતા કોઈ વાંદરા ને કોઈ ખાદ્ય પદાર્થ ખવડાવવું. જ્યારે પણ મોકો મળે અને ક્યાંક વાંદરો જોવા મળે તો એમને ખુશ કરવા માટે તેમને ખાવા માટે કોઈ ફળ અથવા અન્ય કોઈ પણ વસ્તુ જરૂરથી આપવી જોઈએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી સ્વયં વાંદરા ના અવતાર છે. એવામાં વાંદરાઓ ને ક્યાંક ખવડાવવાથી અને પાળવાથી તે ખૂશ થાય છે અને આશીર્વાદ આપે છે.

હનુમાનજી ને સિંદૂર ચડાવવાથી બધી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. આપણે કોઈ પણ મંદિર માં વાત કરી લઈએ અને ત્યાં હનુમાનજી ને સિંદૂર  ચડાવવાની સામગ્રી આપી દેવી. ત્યાર પછી ત્યાં પૂજા કરીને પોતાની મનોકામના બાજરંગબલી ને બતાવવી જોઈએ.

હનુમાનજી ને દાન ધર્મ કરતા લોકો પણ ખૂબ જ ગમે છે. એવા માં તમે મંગળવાર અથવા શનિવારે હનુમાનજી મંદિર માં કોઈ પણ વસ્તુ નું દાન કરો. જો તમે ઇચ્છો તો હનુમાનજી નું નામ લેતા લેતા કોઈ ગરીબ અથવા બ્રાહ્મણ ને પણ દાન દઈ શકો છો.

હનુમાનજી ની પૂજા માં નારંગી દોરો આરતી ની થાળી માં રાખવો. ત્યાર પછી આ દોરા ને પોતાના હાથના કાંડામાં બાંધી દેવો. તેનાથી તમારું ભાગ્ય ચમકી જશે. તમારા બધા કામ સમય પર અને જલ્દી પુરા થશે.

હનુમાન મંદિર માં પ્રવેશ કરતા પહેલા પ્રથમ પગથિયાં પર માથું જરૂર નમાવવું. તેનાથી જમીન થી જોડાયેલ અને વિનમ્ર હોવાની ખબર પડે છે. મંદિર માં પ્રવેશ કરતા જ ભગવાન નું ધ્યાન આકર્ષિત થઇ જાય છે.

હનુમાન ચાલીસા નો પાઠ રોજ કરવાથી બધા વિધ્ન અને સમસ્યા દૂર જ રહે છે. અને પછી દુશ્મન પણ કોઈ પણ નું કઈ બગાડી શકતો નથી. ઘર માં હનુમાનજી ની એક મૂર્તિ અથવા ફોટો જરૂર રાખવો. સવાર સાંજ તેમની પૂજા કરવી. તેનાથી ઘર માં શાંતિ બની રહેશે.

હનુમાન મંદિર માં રોજ થોડા પૈસા ચડાવવા. રકમ ઓછી હશે તો પણ ચાલશે. તેનાથી તમારા ઘર માં બરકત બની રહેશે.

Top