You are here
Home > Featured > હનુમાનજીએ કરી દીધા હતા શનિદેવને પરેશાન, એટલા માટે હનુમાન ભકતોથી દુર રહે છે શનિદેવ, જાણો કહાની…

હનુમાનજીએ કરી દીધા હતા શનિદેવને પરેશાન, એટલા માટે હનુમાન ભકતોથી દુર રહે છે શનિદેવ, જાણો કહાની…

શનિદેવની જયારે સાડેસાતી ચાલે છે ત્યારે તે પહેલા મનુષ્યના માથા પર રહે છે પછી એના પેટ પર જઈને સ્વાસ્થ્ય ખરાબ કરે છે અને પછી પગ પર રહીને એને પરેશાન કરે છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર શનિદેવ મનુષ્યના કર્મોનું ફળ પૃથ્વી પર જ આપે છે. સારું કર્મ કરવા વાળા પર પ્રસન્ન થાય છે અને ખરાબ કર્મ કરવા વાળાને દંડ આપે છે. શનિદેવને જે વ્યક્તિને દંડ આપવાનો હોય છે તેના પર સાડેસાતી સુધી શનિ બિરાજમાન થાય છે. અને એવા વ્યક્તિને તમામ પ્રકારની પરેશાની ભોગવવી પડે છે.

ક્યારેક શારીરિક રૂપથી તો ક્યારેક માનસિક રૂપથી વ્યક્તિ પરેશાન થાય છે. શનિદેવના પ્રકોપથી કોઈ બચાવી શકે છે તો એક હનુમાનજી જ છે. તમને જણાવી દઈએ કે ક્યાં કારણથી એવું કહેવામાં આવે છે કે શનિદેવ હનુમાનજી થી દુર ભાગે છે અને હનુમાન ભક્તને પણ છોડી દે છે.

શનિદેવને હનુમાનજી એ કરી સાડેસાતીની વાત

જયારે કળયુગની શરૂઆત થઇ તો કૃષ્ણ ભગવાને ત્રેતા યુગ સમાપ્ત કરી દીધું હતું. આ યુગમાં ફક્ત હનુમાનજી હતા, જેને કળયુગ પર રહેવું હતું. એક સાંજની વાત છે. હનુમાનજી શ્રીરામ નું ધ્યાન કરી રહ્યા હતા. એ જ સમયે શનિદેવ એની પાસે આવીને બોલ્યા કે હું અહી તમને સાવધાન કરવા આવ્યો છું કે ભગવાન શ્રીક્રુષ્ણએ જે સમયે તેની લીલાનું સમાપન કર્યું હતું તે જ સમયથી ધરતી પર કળયુગ નું આગમન થઇ ગયું હતું. આ કળયુગમાં કોઈ પણ દેવતા પૃથ્વી પર નથી રહેતા.

શનિદેવે આગળ કહ્યું કે જે પણ આ પૃથ્વી પર રહે છે તેના પર મારી સાડેસાતીની દશા પ્રભાવી થાય છે. આ કારણથી હું તમને એ જણાવવા આવ્યો છું કે મારી સાડેસાતીની દશા તમારા પર પ્રભાવી થવાની છે. શનિદેવની વાત સાંભળીને હનુમાનજીએ કહ્યું કે જે પણ મનુષ્ય અથવા દેવતા ભગવાન શ્રી રામના ચરણોમાં હોય છે તેના પર કાલનો પ્રભાવ પડતો નથી, એટલા માટે તમે મને છોડીને ચાલ્યા જાવ કારણકે મારા શરીર પર પ્રભુ શ્રીરામ સિવાય કોઈ પણ પ્રભાવ નહિ નાખી શકે.

હનુમાનજીએ માથા પર રાખી લીધો પર્વત

હનુમાનજીની વાત સાંભળીને શનિદેવે કહ્યું કે હું સૃષ્ટિકર્તાના વિધાનથી વિવશ છું. તમે પણ આ પૃથ્વી પર રહો છો, એટલા માટે મારા પ્રભુત્વથી નહિ બચી શકો, તમારા પર મારી સાડેસાતી અત્યારથી જ પ્રભાવી થઇ રહી છે. એના કારણે આજે હું તમારા શરીર પર આવી રહ્યો છું, એને કોઈ ટાળી શકતું નથી. એટલું બોલીને શનિદેવ હનુમાનજીના માથા પર બેસી ગયા. હનુમાનજીના ના માથા પર ખંજવાળ આવવા લાગી.

હનુમાનજી એખંજવાળ દુર કરવા માટે એક મોટો પર્વત ઉઠાવીને એના માથા પર રાખી દીધો. તેનાથી શનિદેવ દબાવવા લાગ્યા અને હનુમાનજી ને કહ્યું આ તમે શું કરી રહ્યા છો, ત્યારે હનુમાનજી એ કહ્યું કે જે રીતે સૃષ્ટિ કર્તાના વિધાનથી તમે વિવશ છો તેવી જ રીતે હું પણ મારા સ્વભાવથી વિવશ છું. હું મારા માથાની ખંજવાળ આવી જ રીતે દુર કરું છું, તમે તમારું કામ કરો હું મારું કરું છું.

એટલા માટે હનુમાન ભક્તથી દુર રહે છે શનિદેવ

એ પછી હનુમાનજીએ એક બીજો પર્વત એમના માથા પર રાખી દીધો. હવે શનિદેવ વધારે દબાઈ ગયા. એમણે પીડા સહન કરતા કહ્યું કે આ પર્વતોને નીચે ઉતારો, હું તમારી સાથે કોઈ પણ પ્રકારની સંધી કરવા માટે તૈયાર છું. હનુમાનજીએ એક બીજો પર્વતને એના માથા પર રાખી લીધો. અને શનિદેવ વધારે તડપવા લાગ્યા. શનિદેવે ખુબ  જ આગ્રહ કર્યો ત્યારે જઈને હનુમાનજીએ એને છોડ્યા.

શનિદેવે કહ્યું કે આજથી હું તમારી નજીક નહિ આવું અને સાથે જ જે વ્યક્તિ તમારી ભક્તિ કરશે એને પણ હું કોઈ પણ પ્રકારનું કષ્ટ નહિ આપું. એ પછી હનુમાનજી એ શનિદેવને તેલ લગાવીને એનું દર્દ દુર કર્યું. શનિદેવે કહ્યું કે જે પણ મનુષ્ય મને શનિવારના દિવસે સાચી શ્રદ્ધા થી તેલ અર્પિત કરશે, એને પણ કષ્ટથી મુક્તિ મળશે અને જે હનુમાનજીની પૂજા કરે છે તે શનિદેવના પ્રકોપથી બચી શકે છે.

Top