You are here
Home > Gujarati News > ગુજરાતી કંપનીએ ૧૦ દિવસમાં બનાવ્યા સૌથી સસ્તા વેન્ટીલેટર, 1 હજાર મશીન સરકારને આપશે દાનમાં..

ગુજરાતી કંપનીએ ૧૦ દિવસમાં બનાવ્યા સૌથી સસ્તા વેન્ટીલેટર, 1 હજાર મશીન સરકારને આપશે દાનમાં..

ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસ ના કારણે આખી દુનિયા માં ચિકિત્સા ઉપકરણો, ફેસ માસ્ક અને વેન્ટીલેટર વગેરે ની ખુબ જ અછત થઇ ગઈ છે. ભારત પણ એનાથી અજાણ નથી. પરંતુ સમસ્યા એ હતી કે કોરોના વાયરસ ના કારણે મોટી સંખ્યા માં આવતા દર્દીઓ ને લાખો રૂપિયામાં મળતા વેન્ટીલેટર કેવી રીતે પુરા પાડવામાં આવે, જે દરેક હોસ્પિટલ માં ખુબ જ સીમિત સંખ્યા ,અ હોય છે.

એને જોતા ગુજરાત ના રાજકોટ ની એક કંપની એ ફક્ત દિવસો માં ઓછી કિંમત વાળા વેન્ટીલેટર વિકસિત કર્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની મેડીકલ લેબ માં એનું રીસર્ચ કરવામાં આવ્યું હતું અને શુક્રવાર રાત્રે એને ઉપયોગ કરવા માટે સ્વીકાર કરવામાં આવ્યા. હમણાં થોડા દિવસો માં એમાંથી 1000 મશીનો ને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલ માં પહોચાડી દેવામાં આવશે. સ્થાનીય સ્તર પર વિકસિત વેન્ટીલેટર નો ઉપયોગ શનિવાર થી દર્દી માટે કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓ નું કહેવું છે કે મશીન સરખી રીતે કામ કરી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ શનિવાર ના રોજ કહ્યું કે આખી દુનિયા દુશ્મન કોરોના વાયરસ થી લડી રહી છે અને વેન્ટીલેટર એન 95 માસ્ક અને પીપીઈ જેવા ઉપકરણો ની અછત નો સામનો કરી રહી છે.

જયારે આપણી પાસે કૌશલ અને મોટા ઉદ્યોગ છે તો ગુજરાત સરકારે એનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. રાજકોટ એક એન્જીનીયરીંગ હબ ના રૂપમાં એમની ઓળખાણ રાખે છે. રાજકોટ ના લઘુ ઉદ્યોગ નાસા, ઈસરો, રેલ્વે ના એન્જીનીયરીંગ ભાગો ની આપૂર્તિ કરે છે અને રક્ષા ઉત્પાદન માટે પણ જરૂરી સામાનો ની લે વેચ કરાવે છે.

એમણે કહ્યું કે મને આ ઘોષના કરતા ખુશી થઇ રહી છે કે રાજકોટ ના એક ઉદ્યોગપતિ એ ફક્ત ૧૦ દિવસો માં વેન્ટીલેટર ને બનાવી લીધા છે. એમણે એને ડિજાઇન કરી, એક પ્રોટોટાઈપ બનાવ્યું, એના માટે જરૂરી સામાનો ની ખરીદી કરી અને સફળતાપૂર્વક વેન્ટીલેટર બનાવી લીધા. એનું પરીક્ષણ થઇ ચુક્યું છે અને પ્રમાણન પૂરું થઇ ચુક્યું છે. શનિવાર થી મરીજો પર એનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપ મુખ્યમંત્રી અને ગુજરાત ના સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે કંપની, જ્યોતિ સીએનસી ઓટોમેશન લીમીટેડે મશીન માટે ન ફક્ત ઈન્જીનીયરીંગની આવશ્યકતા ને પૂરી કરી પરંતુ તપાસ કરવા લેબ માં ચિકિત્સક જરૂરતો ને પણ સફળતાપૂર્વક પૂરી કરી.

મુખ્યમંત્રી રૂપાણી એ એમાં વધારે રૂચી લીધી અને ઉદ્યોગ ને આગળ આવવા અને આ વૈશ્વિક ખતરા થી લડવામાં મદદ કરવા માટે આમંત્રિત કર્યા. એમણે ઉદ્યોગ ની સાથે નિયમિત રૂપથી ફોલોવ કર્યા અને આશ્વાસન આપ્યું કે સ્વદેશી રૂપથી નિર્મિત વેન્ટીલેટર માટે દરેક સંભવ મદદ આપવામાં આવશે. જ્યોતિ સીએનસી ઓટોમેશન લીમીટેડ કંપનીએ પહેલા એક હજાર વેન્ટીલેટર સરકારને દાન કરવાનો નિર્ણય કર્યો છે.

કંપની ના માલિક પરાક્રમ સિંહ જાડેજા એ કહ્યું કે વેન્ટીલેટર ની કીમત લગભગ ૬.૫ લાખ રૂપિયા છે, પરંતુ તે એને એક લાખ રૂપિયાથી ઓછા ખર્ચ માં બની શકે છે. એમણે કહ્યું કે આપણે ગુજરાત સરકાર ને 1000 વેન્ટીલેટર દાન કરીશું. અમારી દરરોજ 100 વેન્ટીલેટર બનાવવા ની ક્ષમતા છે અને ત્રણ દિવસો પછી અમે માંગ અનુસાર ક્ષમતા વધારી દેશું.

Top