You are here
Home > Gujarati News > સાનિયા મિર્ઝાએ મોટું નિવેદન આપતાં કહ્યું – મને ખબર નથી કે મારો પુત્ર ફરીથી તેના પિતાને ક્યારે જોશે

સાનિયા મિર્ઝાએ મોટું નિવેદન આપતાં કહ્યું – મને ખબર નથી કે મારો પુત્ર ફરીથી તેના પિતાને ક્યારે જોશે

કોરોના નો કહેર આખી દુનિયા માં ફેલાયેલો છે. અને વિશ્વના મોટા ભાગના દેશો માં કોરોના વાયરસ ના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે ઘણા લોકો જ્યાં હોય ત્યાં ફસાઈ ગયા છે. સાનિયા મિર્જા પણ એમનો પુત્ર ઈજહાન ની સાથે હૈદરાબાદ માં એમના પરિવાર સાથે ફસાયેલી છે. એવામાં હવે વધારે દિવસ પસાર થઇ ગયા પછી એને એમના પતિ શોએબ મલિક ની ચિંતા થવા લાગી છે.

જણાવી દઈએ કે આ સમયે શોએબ મલિક એમના પરિવાર ની સાથે પાકિસ્તાન ના સિયાલકોટ માં છે.

સાનિયા ને થઇ રહી ચિંતા

લોકડાઉન ઘોષિત થતા પહેલા સાનિયા અમેરિકા માં હતી. ફેડ કપ પ્લેઓફ માં ઐતિહાસિક જીત પછી સાનિયા ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટ રમવા અમેરિકા જવાની હતી, પરંતુ એના પહોચતા સુધી માં ટુર્નામેન્ટ રદ થઇ ચુક્યું હતું. એ પછી જયારે તે ભારત આવી ત્યારે શોએબ પાકિસ્તાન સુપર લીગ માં વ્યસ્ત હતા.

કહ્યું માં ને છે શોએબ ની વધારે જરૂરત

સાનિયા એ કહ્યું, ‘શોએબ મલિક પાકિસ્તાન માં છે અને હું અહી છું. અમારા માટે આ મુશ્કેલ સમય છે કારણ કે અમારે નાનો પુત્ર પણ છે. હું નથી જાણતી કે ઈજહાન ક્યારે ફરીથી એના પિતા ને મળી શકશે. અમે બંને ઘણા પોજીટીવ છીએ. શોએબ ની માં ૬૫ વર્ષ ની છે અને સિયાલકોટ માં એકલી રહે છે તો એને શોએબ ની વધારે જરૂરત હતી.

ભવિષ્ય ને લઈને પણ લાગે છે ડર

સાનિયા એ કહ્યું કે આ સમયે તે ફક્ત એમના પરિવાર વિશે વિચાર કરી રહી છે. એનું બધું ધ્યાન આ સમયે ફક્ત એમના પરિવાર પર છે. સાનિયા એ કહ્યું, ‘મને સામાન્ય રીતે વસ્તુને લઈને ચિંતા નથી રહેતી, પરંતુ થોડા દિવસ પહેલા હું ભવિષ્ય વિશે વિચારીને ઘણી ગભરાઈ ગઈ હતી. ઘર માં જયારે નાનું બાળક અને વૃદ્ધ માં બાપ હોય ત્યારે એના વિશે જ વિચાર આવે છે, કામ અને ટેનીસ નો વિચાર મનમાં નથી આવતો.

 

પોતાના નામે કર્યો હતો પુરસ્કાર

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં માં બન્યા ના બે વર્ષ પછી સાનિયા એ કોર્ટ માં ભરતી કરી હતી. એમણે હોબાર્ટ ઇન્ટરનેશનલ ટેનીસ ટુર્નામેન્ટ નો પુરસ્કાર એમના નામે કર્યો હતો, એની સાથે જ એમણે ફેડ કપ માં પણ ખુબ જ સારું પ્રદર્શન કર્યું, જેના કારણે ભારત ને પહેલી વાર પ્લેઓફ માં જવાની તક મળી. આ કારણે સાનિયા ને ફેડ કપ હર્ટ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવી હતી.

તેલંગાના રાજ્યની એમ્બેસેડર

અમે તમને જણાવી દઈએ કે સાનિયા મિર્જા ભારત ની એક સ્ટાર પ્લેયર છે. એનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખુબ જ ઊંચું છે. સાનિયા એક ઉત્તમ પ્લેયર હોવાની સાથે સાથે ખુબ જ સુંદર મહિલા પણ છે. તે એમની રમત અને સ્ટાઇલિશ લુક માટે ઓળખાય છે. જણાવી દઈએ કે સાનિયા નો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૮૬ ના રોજ મુંબઈ માં થયો હતો. તે તેલંગાના રાજ્ય ની બ્રાંડ એમ્બેસેડર પણ છે. સાનિયા મિર્જા નું નામ ભારત ની એ ખેલાડીઓ માં આવે છે, જે સ્ટાઇલિશ હોવાની સાથે સાથે ખુબ જ સુંદર અને ફેમસ પણ છે. સાનિયા એ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

Top