You are here
Home > Featured > જો તમારી પાસે ૧૫ વર્ષ થી પણ જૂના વાહનો હોય તો આ સમાચાર જરૂર વાંચજો.. નહિ તો થઇ જશે તમરુ વાહન ભંગાર, સરકાર જલ્દી લાવી શકે છે આ ખાસ પોલિસી

જો તમારી પાસે ૧૫ વર્ષ થી પણ જૂના વાહનો હોય તો આ સમાચાર જરૂર વાંચજો.. નહિ તો થઇ જશે તમરુ વાહન ભંગાર, સરકાર જલ્દી લાવી શકે છે આ ખાસ પોલિસી

આપણે ઓછા રૂપિયામાં જૂની કાર ખરીદવા માગતા હોઈએ તો તેમાં આપણો ઘણો સમય વપરાય છે. એટલું જ નહીં જૂની કારના ડીલરોના ચક્કરો કાપવામાં પણ ઘણો ખર્ચ થાય છે. આપણા જીવનમાં કાર ખરીદવી અને વેચવી એક મહત્વનો નિર્ણય માનવામાં આવે છે. આ નિર્ણય લેવામાં આપણો સમય, ઊર્જા અને રૂપિયા ત્રણે ખર્ચાય છે. જૂની કાર, બસ, ટ્રક વગેરે ને કાઢવા માટે સરકાર વાહન સ્ક્રૈપ નીતિ લાવવાની તૈયારી કરી રહી છે

સરકાર ની આ યોજના થીઓટો ઉદ્યોગ ને સંકટ માંથી કાઢવા માં મદદ મળશે. આધિકારિક સુત્રો અનુસાર વાહન સ્ક્રૈપ નીતિ ને અંતિમ રૂપ આપવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યું છે.

સબંધિત મંત્રાલય ની સાથે નોંધપાત્ર ચર્ચા ઘણા મોટા પ્રમાણ માં પૂરી થઇ ગઈ છે. સરકાર આ નીતિને જલ્દી જ ઘોષિત કરી દેશે. આ નીતિમાં વાહન ઉપભોક્તા અને ઉત્પાદકો ના હિતો ને ધ્યાન માં રાખવામાં આવ્યા છે. જુના વાહનો ને એક નિશ્ચિત સમય પછી કામગીરી  માંથી દુર કરી દેવામાં આવશે. એના બદલા માં ઉપભોક્તા ને થોડો લાભ મળશે. એનાથી બીજી બાજુ બજાર માં નવા વાહનો ની માંગ ઉભી થશે. એનાથી ઓટો ઉદ્યોગ ને વેગ મળશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ હાલમાં જ એક વાહન સ્ક્રૈપ નીતિના સંકેત આપતા કહ્યું હતું કે, જુના વાહનો ને દુર કરવા એટલે કે કાઢવા માટે સંયંત્ર બંદરગાહો (ભારતના પોર્ટ) અને રાજમાર્ગો ની પાસે સ્થાપિત કરવામાં આવશે. એનાથી વાહન નિર્માણ સતત ઓછા કરવામાં મદદ મળશે. આ સિવાય નિકાલથી ઉત્પન્ન થતાં સંસાધનો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈ શકાશે.

અત્યારે છે આ નીતિ 

મીડિયા રીપોર્ટસ અનુસાર ઉમ્મીદ બતાવવામાં આવી રહી હતી કે આવતા પાંચ વર્ષ દરમિયાન દુનિયા માં ઓટો ઉદ્યોગ માં ભારત નું મુખ્ય સ્થાન હશે. સ્ક્રૈપ નીતિ થી વાહન ઉદ્યોગ ને ફાયદો થશે. વાહનો ની કિમતમાં પ્રતિસ્પર્ધા હશે અને ઘરેલું બજાર માં માંગ વધશે. અત્યારે દેશ માં જુના વાહનો ને સંચાલન થી દુર કરવા માટે કોઈ નીતિ નથી.

પ્રાવધાનો અનુસાર પેટ્રોલ વાહન ને ૧૫ વર્ષ અને ડીજલ વાહનને ૧૦ વર્ષ ની પરિચાલન (સંચાલન) ની અનુમતિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર માં પેટ્રોલ માટે ૧૫ વર્ષ અને ડીજલ વાહનો માટે ૧૦ વર્ષ ની અવધિ નિર્ધારિત (નક્કી કરવામાં આવેલો સમય) છે. એ પછી આ વાહનો ને પરિચાલન ની અનુમતી નથી. દેશ ના અન્ય ભાગો માં નિયત અવધિ સમાપ્ત થયા પછી આ વાહનો ને અનુમતી થી ફરી વાર ઉપયોગ કરી શકાય છે.

Top