You are here
Home > Featured > સવારે ખાલી પેટ ગોળ અને ગરમ પાણી પીવાથી જડમુળથી દુર થાય છે આ રોગ… એક ટુકડો ગોળ ખાવાના છે અનેક ફાયદા

સવારે ખાલી પેટ ગોળ અને ગરમ પાણી પીવાથી જડમુળથી દુર થાય છે આ રોગ… એક ટુકડો ગોળ ખાવાના છે અનેક ફાયદા

ભારતમાં મોટાભાગે લોકો ખાવાનું પૂરું કરી પછી મીઠું ખાવાનો શોખ રાખે છે પણ અમુક લોકો સ્વાસ્થ્યની ચિંતાને લઈને મીઠું ખાવાનું ટાળે છે પરંતુ જો તમે સ્વાસ્થ્ય સાથે સમાધાન કર્યા વગર જ મીઠું ખાવા માંગો છો તો ગોળ એક તંદુરસ્ત વિકલ્પ હોઈ શકે છે. ગોળનો ઉપયોગ લોકો પ્રાચીન સમયથી કરતા આવે છે. ભારતીય સંસ્કૃતિમાં તેનું ઘણું જ મહત્વ છે.

ખાંડ અને ગોળ બંને શેરડીના રસથી બને છે પરંતુ ખાંડ બનાવતી વખતે તેમાં ઉપસ્થિત આર્યન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ પામે છે. પરંતુ ગોળ સાથે એવું નથી થતું. ગોળમાં વિટામીન A અને વિટામીન B ભરપુર માત્રામાં જોવા મળે છે.

એક શોધકનું માનીએ તો ગોળનું નિયમિત રૂપથી સેવન તમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીથી છુટકારો આપી શકે છે. ચાલો જાણીએ ગોળ ખાવાના અમુક મહત્વપૂર્ણ ફાયદાઓ વિશે.

ગોળ ખાવાના ફાયદા

ગોળ પાચનક્રિયા સારી રાખે છે. ગોળ શરીરનું લોહી સાફ રાખે છે અને મેટાબોલીજ્મ સારું રાખે છે. રોજ એક ગ્લાસ પાણી અથવા દૂધ સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની સમસ્યા નથી રહેતી. જે લોકોને ગેસની તકલીફ છે તેમણે દરરોજ બપોરે અથવા સાંજે જમ્યા પછી થોડો ગોળ જરૂર ખાવો જોઈએ.

ગોળ આર્યનનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે તે એનિમિયાના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે આનું સેવન ખુબ જ જરૂરી છે. ત્વચા માટે ગોળ ઘણો જ લાભકારી છે. ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે, જેમાં ત્વચા ચમકીલી બને છે. ગોળ શરદી અને કફથી આરામ આપે છે. શરદી દરમ્યાન જો તમે કાચો ગોળ ખાવા નથી માંગતા તો ચા અથવા લાડવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ખાલી પેટ ગોળ ખાઇને ગરમ પાણી પીવાના ફાયદા

તેનું સેવન ખાલી પેટ કરવાથી ત્વચા અને માંસપેશીઓ મજબુત અને તાકતવર બને છે. તે લોહીને પણ શુદ્ધ કરે છે. જો તમે ખાલી પેટ રોજ ગોળ અને ગરમ પાણી નું સેવન કરશો તો તમારું શરીર પણ સારું રેહશે. ગોળ અને ગરમ પાણી તમારા શરીરમાં જામેલી ચરબીને ગાળવાનું કામ પણ કરે છે.

લોહીનું શુદ્ધિ કરણ કરે:-

ગોળનું સેવન કરવાથી શરીરમાં લોહીની શુદ્ધિ કરણ થાય છે. અને સાથે સાથે શરીરને તાકાત પણ મળે છે. તમે બસ ખાલી એક ગ્લાસ ગરમ દુધમાં ગોળ નાખી આ ગરમ દૂધનું સેવન કરવાથી ખુહ્બ્જ ફાયદો થાય છે. આ દુધનો ઉપયોગ રાત્રે સુતા પહેલા અથવા દરરોજ સવારે કરી શકાય છે.

પાચન શક્તિ વધારે :

નબળી પાચનશક્તિના કારણે શરીરમાં નબળાઇ આવી જાય છે અને કોઈ પણ ખોરાક યોગ્ય રીતે પાચન કરતું નથી. જો કે ગોળ અને દૂધ એકસાથે ભેગી કરવામાં આવે તો પાચન માર્ગને સુધારી શકાય છે અને સાથે સાથે શરીરની નબળાઇ અને નબળી પાચનશક્તિ પણ દૂર કરી શકાય છે. આથી દૂધમાં ગોળ ઉમેરીને, આ દૂધ પીવાથી પેટમાં ગેસ પણ થતો નથી.

માસિક દરમિયાન થતો દુખાવો દુર કરે છે:

પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો એમજ પણ ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.

સાંધાનો દુખાવો દુર કરે:

ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે  અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેઠકમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું. તે ખાવાથી, તમે ઉપરથી ગરમ દૂધ પી શકો છો.

ત્વચામાં નીખાર લાવે:

ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

અસ્થમાના દર્દીઓને ખુબજ રાહત મળે છે:

અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આ રોગવાળા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેમને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

Author: GujjuBaba Team : તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો,   આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી,  ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય  માહિતીઓ મેળવવા માટે  ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે. લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… 

Top