You are here
Home > Featured > તોડ-ફોડ વગર પર સુધારી શકાય છે ઘરનું ખરાબ વાસ્તુ, બસ અહી બનાવી લેવો ઓમ, સ્વસ્તિક અને ત્રિસુલ

તોડ-ફોડ વગર પર સુધારી શકાય છે ઘરનું ખરાબ વાસ્તુ, બસ અહી બનાવી લેવો ઓમ, સ્વસ્તિક અને ત્રિસુલ

જયારે પણ કોઈ ઘર બનાવ્યું હોય કે ખરીદ્યું હોય ત્યારે એના વાસ્તુ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં જો બધી વસ્તુ ઓ વાસ્તુ અનુરૂપ હોય છે તો બધું સારું થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. એનાથી વિપરીત જો ઘર વાસ્તુ ના હિસાબે ન બન્યું હોય તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે ઘરમાં ગરીબી, ખરાબ સ્વાસ્થ્ય અને દુર્ભાગ્ય લાવે છે.

હવે સમસ્યા એ છે કે ઘણી વાર સ્થિતિ એવી રહે છે કે આપણે ઘરના વાસ્તુ પર ધ્યાન નથી આપી શકતા. એવા સમયે એને સુધારવામાં આવે તો ઘર માં ઘણી તોડ ફોડ કરવી પડી શકે છે. આજે અમે તમને એક એવા ઉપાય જણાવીશું જેની મદદથી તમે ઘરમાં તોડ ફોડ કર્યા વગર પણ ખરાબ વાસ્તુ ને સુધારી શકો છો.

મુખ્ય દ્વાર માટે : તમારા ઘરનો મુખ્ય દ્વાર જો ઉત્તર પશ્ચિમ ખૂણામાં છે તો તમારે દરવાજા ની બંને બાજુ ઓમ, સ્વસ્તિક અને ત્રિશુળ લગાવવું. એની સાથે જ બહાર પીરામીડ લગાવી દેવું. એવું કરવાથી ખોટી દિશામાં મુખ્ય દ્વાર હોવાથી ઉત્પન્ન વાસ્તુ દોષ સમાપ્ત થઇ જશે.

રસોડા માટે : ઘરનું કિચન જો ઉત્તર પૂર્વ દિશામાં બનેલું છે તો કિચન ની બહાર અથવા ઉપર ૧૮*૧૮ નો અરીસો લગાવી દેવો. તમે ઈચ્છો તો ઉત્તર પૂર્વ ખૂણામાં પીરામીડ પણ રાખી શકો છો. એનાથી રસોડા નો વાસ્તુ દોષ સમાપ્ત થઇ જશે.

ટોયલેટ અને બાથરૂમ માટે : ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન નું સ્થાન હોવાના કારણે આ દિશામાં ટોઇલેટ ક્યારેય ન હોવું જોઈએ, પરતું જો તમારા ઘરે એવું છે તો એની અંદર એક કટોરી માં સમુદ્રી મીઠું નાખીને રાખી દેવું. એને તમારે દર ૨૦ દિવસે બદલતા રહેવું. સાથે જ ટોયલેટ ની મોટી દીવાલ પર એક અરીસો લગાવી દેવો.

પ્રવેશ દ્વાર માટે : તમારો પ્રવેશ દ્વાર જો દક્ષિણ- પશ્ચિમ અથવા દક્ષિણ –પૂર્વ દિશામાં છે તો એની બંને તરફ ઓમ, સ્વસ્તિક અને ત્રિશુળ લગાવી દેવું. અથવા તો પાંચ-સાથ છડી વાળું વિંડ ચાઈમ પણ ટીંગાડી શકો છો.

ઝાડ માટે : ઘરની આસપાસ નૈઋત્ય કોણ અથવા આગ્નેય કોણ માં કોઈ પણ ઝાડ ન હોવું જોઈએ. આ સ્થિતિ માં તમારે દરરોજ સાંજે એની પાસે લોટ નો બનાવેલો દીવો અથવા અગરબતી કરવી જોઈએ..

તૂટેલી ફૂટેલી જગ્યા માટે : ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં દરવાજો, દીવાલ અથવા કોઈ પણ વસ્તુ તૂટેલી ન હોવી જોઈએ. જો એવું હોય તો ત્યાં એક મોટો અરીસો લગાવી દેવો.

જળ સ્ત્રોત માટે : આગ્નેય કોણ માં જો કોઈ જળ સ્ત્રોત જેમ કે કુવો અથવા બોરિંગ વગેરે છે તો એનાથી ઉત્પન્ન થતા વાસ્તુ દોષ થી તમારા ઘરની મહિલા અથવા બાળકો ને શારીરિક તકલીફ થઇ શકે છે એવું રોકવા માટે એ જળ સ્ત્રોત માટે ફટકડી નો ટુકડો મુકવો જોઈએ.

Top