You are here
Home > Gujarati News > માત્ર એક જ કારણે ઘરે ઘરેથી જુના કપડા ભેગા કરી, ધોઈને ઈસ્ત્રી કરીને ગરીબ લોકોને આપે છે આ મહિલા

માત્ર એક જ કારણે ઘરે ઘરેથી જુના કપડા ભેગા કરી, ધોઈને ઈસ્ત્રી કરીને ગરીબ લોકોને આપે છે આ મહિલા

કોઈ ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ના ચહેરા પર મુસ્કુરાહટ લાવવા માટે મોટા ટોળાની જરૂરિયાત નથી પડતી આપડે એકલા પણ આ કામ કરી શકીએ છીએ. ભોપાલ ની મનીષા પવાર વિવેક તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. મનીષા છેલ્લા ઘણા વર્ષો થી એવા લોકો નો સહારો બની છે, જેઓ ગરીબ છે. મનીષા પોતાના પાડોશી, સબંધી અને મિત્રો પાસેથી જુના કપડા ભેગા કરી તેને ધોઈ ઈસ્ત્રી કરી જરૂરિયાતમંદ લોકોને આપે છે.

આની પાછળ અનીશાનો ઉદ્દેશ એ છે કે ગરીબોને તેની ગરીબીનો અહેસાસ ના અપાવતા તેઓને એ વિચારવા માટે મજબુર કરવા જોઈએ કે તેઓ માત્ર ફાટેલા અને ગંદા કપડાના હકદાર નથી.

સમાજ માટે કઈક કરવાની ઈચ્છા મનીષાને નાનપણ થી જ હતી. મનીષા કહે છે કે હું પહેલેથી જ માનું છુ કે આપણે સમાજ માં ખુશીઓ ફેલાવી જોઈએ. હું પહેલા પણ એકલા જ આ કામ કરતી હતી અને આજે પણ એકલી જ છું. હા એક વાત જરૂર છે કે હવે લોકો મારા આ અભિયાન માં મારી મદદ કરવા માટે આગળ આવે છે.

મનીષા ઘણા વર્ષોથી આ રીતે ગરીબોની મદદ કરી રહી છે. મનીષા માત્ર ગરીબોમાં કપડા જ નથી આપતી પણ જુપડ પટ્ટી માં જઈને નાં બાળકોના જન્મ દિવસ પર કેક પણ કપાવે છે જેથી બાળકો તેને કેક વાળી દીદી કહીને પણ બોલાવે છે.

આ વિશે મનીષા જણાવે છે કે બાળકોના જુના કપડા મળવા ખુબજ મુશ્કેલ હતા, તેથી જે બાળકો ને કઈ જ નોતું મળતું તેઓ ઉદાસ થઇ જતા હતા. અને એ મનીષાને પસંદ ના હતું. અને તેથી જ તેણે બાળકો માટે કેક અને ચોકલેટ લઇ જવાનું નક્કી કર્યું. હું જયારે પણ જવ છું એક કેક લઈને જવ છું અને એક બાળક પાસે કેક કપાવું છું આવી રીતે તેનો જન્મ દિવસ પણ ઉજવાય જાય છે.

તે ઉપરાંત મનીષા જુપડપટ્ટી વાળા ને સાફ સફાઈ નું મહત્વ સમજાવે છે અને મહિલાઓ ને મફત માં સેનેટરી નેપકીન પણ આપે છે. મનીષા આને સમાજ સેવાનું નામ નથી આપતી સામાજિક સંતુલન બનાવી રાખવાના આ કામ ને તે પોતાની જવાબદારી માને છે. મનીષાને ઘણા લોકોએ પોતાનું NGO ખોલવાની સલાહ આપી પરંતુ મનીષા આ વાત સાથે બિલકુલ સહમત નથી. તેનું કહેવું છે કે કોઈના ચહેરા પર ખુશી લાવવા માટે સંસ્થા નું અસ્તિત્વ માં આવવું જરૂરી નથી.

શું ક્યારેય તેને પરિવાર ના વિરોધ નો સામનો કરવો પડ્યો હશે? આ સવાલ ના જવાબ માં એ જણાવે છે કે નહી, પરંતુ શરૂઆત માં નજીકના ઘણા લોકો એ તેના તરફ આંગળીઓ ઉઠાવી હતી. પરંતુ આટલા વર્ષ મહેનત કાર્ય પછી આજે સ્થિતિ એવી છે કે લોકો સામે ચાલી ને તેની મદદ કરી રહ્યા છે. અને જુના કપડા આપી જાય છે. જો તમે પણ મનીષાના આ અભિયાનમાં જોડવા ઈચ્છતા હોય તો, વોલેન્ટીયર ના રૂપમાં તેનો સાથ આપી શકે છે અથવા કોઈ બીજા માધ્યમ થી તેની મદદ કરી શકે છે.

Top