You are here
Home > Gujarati News > એક પાનની દુકાનવાળો કે જે કરે છે કરોડોનું ટર્નઓવર, જાણો તેની સફળતાનું સાચું કારણ

એક પાનની દુકાનવાળો કે જે કરે છે કરોડોનું ટર્નઓવર, જાણો તેની સફળતાનું સાચું કારણ

કોઈપણ માણસ પોતાના અથાગ પરીશ્રમ થી પોતાનુ ભાગ્ય લખે છે અને પોતાના અથાગ પરિશ્રમ તથા દ્રઢપુર્વક નિશ્ચય થી સફળતા ના શિખરો સુધી પહોચી શકાય છે. આજ ના આ લેખ મા હુ તમને એવા જ કિસ્સા વિશે જણાવવા માગુ છુ જેણે પોતાના અથાગ પરિશ્રમ થી સમગ્ર વિશ્વ મા પોતાનુ ભાગ્ય નિર્મિત કર્યુ.

હાલ આ લેખ મા જેની વાત કરી રહ્યો છુ તે છે દિલ્હી ના યશ ટેકવાની ની. યશ ટેકવાની દિલ્હી મા પાન ની શોપ ચલાવે છે અને અલગ-અલગ પ્રકાર ના પાન નુ વેચાણ કરે છે. પરંતુ , જ્યારે તમને યશ ટેકવાની ની ઈન્કમ વિશે જણાવીશુ તો તમે આશ્ચર્યચકિત થઈ જશો.

તેનુ વર્ષિક ટર્નઓવર સો કરોડ ની આજુબાજુ પહોચી જાય છે. તમે વિચાર કરશો કે એક પાન ની શોપ મા આટલુ ટર્નઓવર કઈ રીતે શક્ય બને ? યશ ટેકવાની ની પાન ની શોપ સમગ્ર દેશ મા ખ્યાતનામ છે. આ શોપ મા એક મધ્યમ વર્ગ ના માણસ થી લઈ ને ઉચ્ચ વર્ગ ના અધિકારીઓ પાન ખાવા માટે આવે છે.

ઉચ્ચ નેતા વર્ગ થી માંડી ને અંબાણી ના વર્ગ સુધી ના માણસો પણ અહી પાન ખાવા આવે છે. આ શોપ ની શરૂઆત ૧૯૬૫ મા યશ ટેકવાની ના પિતા ભગવાન દાસ દ્વારા કરવા મા આવી હતી. આજે યશ ટેકવાની સાત પાન ની શોપ્સ નો માલિક છે. આ સાત પાન ની શોપ્સ મા થી બે શોપ્સ થાઈલેન્ડ મા સ્થિત છે અને હાલ ટુંક સમય મા એક શોપ લંડન મા ઓપન કરવા નુ વિચારી રહ્યા છે.

આ ધંધા મા યશ ટેકવાની એકલો જ નહી પરંતુ તેનો સમગ્ર પરીવાર આ ધંધા સાથે સંકળાયેલ છે. યશ નો પરીવાર ‘ સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ’ ના સુત્ર ને ફોલો કરે છે. યશ ટેકવાની સ્વયં પાન બનાવવા ના તુરમ્ખા છે. આ શોપ્સ પર તમને વિવિધ બાર જાત ના પાન મળશે.

આ શોપ્સ મા સ્ત્રીઓ માટે ચોકલેટ પાન , કૈટરીના પાન અને કરીના પાન ખુબ જ પ્રખ્યાત છે. આ કૈટરીના પાન મા વિશેષ કાથો લગાવવા મા આવે છે. જ્યારે કરીના પાન મા ફક્ત મિન્ટ હોય છે. યશ ની પાન ની શોપ મા અંબાણી , અમિતાભ બચ્ચન અને કપુર કુટુંબ ના બધા જ નામચીન સેલેબ્રિટીઝ ના ફોટા આ દુકાન મા લગાવેલ છે જેમા તેઓ આ શોપ પર પાન ખાઈ રહ્યા હોય છે.

યશ ના મત મુજબ કોઈપણ કાર્ય નાનુ કે મોટુ હોતુ નથી. કામ માત્ર કામ હોય છે. જેને નિષ્ઠાપુર્વક કરવા થી આખા ઘર નુ ગુજરાન ચાલે છે. ૧૯૬૫ મા પિતા દ્વારા શરૂ કરાયેલી પાન ની શોપ ને યશ દ્વારા એક નવો જ વળાંક આપવામા આવ્યો છે. તેમના પાન ફક્ત આપણા દેશ મા જ નહી પરંતુ , બહાર ના દેશો મા પણ પ્રખ્યાત છે.

જેથી , તે ત્યા પણ પોતાનુ બીઝનેસ એક્સપેન્ડ કરવા નુ વિચારી રહ્યા છે. આપણે પણ યશ ની આ જીવનગાથા પર થી પ્રેરીત થઈ ને જીવન મા આપણે જે પણ કાર્ય કરતા હોય તેને નાનુ કે મોટુ ના સમજી ને પુરી નિષ્ઠા થી કાર્ય કરશો તો તમે પણ તમારા કાર્યક્ષેત્ર મા સફળતા પ્રાપ્ત કરી શકો છો.

Top