You are here
Home > Food > Food Recipe > સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બનાવવા સાંભાર ઘરે જ બનાવો આ મસાલો..રેસ્ટોરાં જેવો ચટાકેદાર બનશે

સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બનાવવા સાંભાર ઘરે જ બનાવો આ મસાલો..રેસ્ટોરાં જેવો ચટાકેદાર બનશે

easy recipe of-sambhar masala at home : ઢોસા હોય ઈડલી હોય કે પછી મેંદુવડા હોય સાંભાર વગર એનો સ્વાદ અધૂરો લાગે છે. સાંભાર જેવા પરફેક્ટ ટેસ્ટ માટે અમુક મસાલા જરૂરી છે. મોટાભાગના લોકો આ મસાલો બજારમાંથી તૈયાર જ લઇ આવતા હોય છે, પરંતુ જો આ મસાલો ઘરે જ બનાવવામાં આવે તો એ સસ્તો પણ પડે છે અને ટેસ્ટ પણ વધારે સારો આવે છે .

સાંભાર એક એવી વાનગી છે જે એકદમ પરફેક્ટ ના બને તો મજા નહીં આવે. ઘણીવાર એમ થતું હોય છે કે, સાંભાર હોટેલ કે રેસ્ટોરાં જેવો નથી બનતો. સાંભારના ટેસ્ટમાં સૌથી મહત્વનો ફાળો હોય છે સાંભાર મસાલાનો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ સાંભાર મસાલો ઘરે જ બનાવવાની રેસિપિ… રેસ્ટોરન્ટ માં હંમેશા ઈડલી , ઢોસા કે ઉત્તપમ સાથે જેવો એકદમ ટેસ્ટી સાંભાર પીરસાય, આજે આપણે એવો જ ટેસ્ટી સાંભારની રીત જોઈશું. સાંભાર મસાલા બનાવવામાં ઘણી સામગ્રી જોઈશે. બધી સામગ્રીનું પોતાનું મહત્વ છે. સાંભાર બનાવો ત્યારે તુવેર દાળમાં બધા શાકની સાથે આ મસાલો ઉમેરો અને સાંતળો. સાંભારમાં ખૂબ જ સરસ સ્વાદ અને સોડમ ઉમેરાશે.

 

સાંભાર મસાલો બનાવવાની સામગ્રી

બે મોટી ચમચી ચણાની દાળ

એક મોટી ચમચી અડદની દાળ

અડધી મોટી ચમચી હિંગ

અડધી ચમચી હળદર

અડધો વાટકો આખા ધાણા

એક ચમચી સૂકી મેથી

એક ચમચી કાળામરી

બે ચમચી જીરૂ

૧૫ થી ૧૭ સૂકાં લીલાં મરચાં

પા વાટકો મીઠા લીમડાનાં પાન

બનવાની રીત : એક કડાઇમાં બધી જ સામગ્રીને ધીમા તાપે શેકી લો જરા પણ ઘી કે તેલ ઉમેર્યા વગર હિંગ અને હળદર સિવાયની બધી જ સામગ્રી સેકી લો. બધી જ સામગ્રીને વારાફરતી શેકો, કારણકે દરેક વસ્તુ શેકાતાં અલગ-અલગ ટાઇમ લાગતો હોય છે. લીમડાને ધોવો નહીં. કપડાથી સાફ કરી ગરમ કરવો. શેકાઇ જાય એમ એક ડિશમાં કાઢતા જાઓ. છેલ્લે ગેસ બંધ કરી હિંગ ઉમેરો અને થોડી સેકન્ડ્સ માટે શેકી લો.

શેકેલી બધી જ સામગ્રી ઠરી જાય એટલે મિક્સર માં ક્રશ કરી નાખો. અંદર થોડી હળદર ઉમેરો. હળદર ફક્ત કલર પૂરતી જ ઉમેરવી અને સરસ ઝીણું દળી લો.
સુગંધીદાર સાંભાર મસાલો તૈયાર હવે એ મસાલો ઠંડો થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લો. આ મસાલો ફ્રિજ વગર પણ 3-4 મહિના સુધી સાચવી શકાય છે.

Author: GujjuBaba Team
તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.. આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે. લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… 

Top