You are here
Home > Gujarati News > આ પ્લાન્ટને લગાવીને કમાઈ શકાય છે માસિક રૂપિયા ૫૦ હજાર, ૩૦૦ રોગ સામે લડવામાં સક્ષમ છે આ વસ્તુ..

આ પ્લાન્ટને લગાવીને કમાઈ શકાય છે માસિક રૂપિયા ૫૦ હજાર, ૩૦૦ રોગ સામે લડવામાં સક્ષમ છે આ વસ્તુ..

જો તમારી પાસે જમીન છે તો નોકરી કર્યા વીના તેમાંથી ખુબજ સારી કમાણી કરી શકાય છે. આટલી જમીનમાં સરગવાની ખેતી કરી વાર્ષિક ૬ લાખ રૂપિયા મેળવી શકાય છે. સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક કહેવાય છે. અને તેનું વૈજ્ઞાનિક નામ મોરીન્ગા ઓલીફેરા છે. તેની ખેતી માં પાણીની વધારે જરૂરત નથી રહેતી. અને દેખ રેખ પણ ઓછી રાખવી પડે છે. સરગવાની ખેતી ખુબજ આસન રહે છે તેને પોતાની સામાન્ય ફસલ ની સાથે સાથે પણ કરી શકાય છે. તેની કોઈ અલગ થી ખેતી કે અલગથી જાળવણી કરવાની જરૂર આપનું જે કઈ પણ પાક હોય તેની સાથે સાથે જ તેનું ઉત્પાદન કરી શકાય છે.

સરગવાના દરેક ભાગનો ઉપયોગ થાય છે:
 સરગવાના લગભગ દરેક ભાગ ખાવા યોગ્ય છે. તેના પાંદડા સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. સરગવાના પાંદડા, ફૂલો અને ફળો એ ખૂબ જ પૌષ્ટિક છે. તે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેના બીજમાંથી તેલ પણ કાઢવમ આવે છે. દાવો કરવામાં આવે છે કે સરગવા ઉપયોગથી 300 થી વધુ રોગો ટાળી શકાય છે. સરગવામાં, 92 વિટામિન્સ, 46 એન્ટીઑકિસડન્ટ, 36 પેન કિલર્સ અને 18 પ્રકારના એમિનો એસિડ મળી આવે છે.

સરગવાની ખેતી :

સરગવાને ગરમ પ્રદેશમાં આસાનીથી ઉછેરી શકાય છે. કારણકે સરગવાની ખેતી કરવામાં વધુ પાણી ની જરૂરિયાત નથી રહેતી તેથી તે ઓછા પાણી વાળા વિસ્તારમાં પણ ઉછેરી શકાય છે. ઠંડા વિસ્તારમાં સરગવાની ખેતીમાં ખુબજ ઓછો નફો થાય છે. કારણ કે તેના ફૂલને ખીલવા માટે ૨૫ થી ૩૦ ડીગ્રી તાપમાનની જરૂરત પડે છે, સરગવાના ફૂલ ઠંડા વિસ્તારમાં નથી ખીલી શકતા તે સુખી અને ચીકણી માટીમાં ખુબજ સારી રીતે તેનો વિકાસ થાય છે.

વાવેતરના પહેલા વર્ષ પાછી વરસમાં બેવાર ઉત્પાદન થાય છે. અને સામાન્ય રીતે સરગવાનું એક વૃક્ષ ૧૦ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. અને તેની મુખ્ય બિયારણ છે- કોયમ્બટુર ૨, રોહિત ૧, પી.કે.એમ ૧, અને પી.કે.એમ ૨ આ બિયારણનો ઉપયોગ કરવાથી ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થો ખુબજ સારા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય છે.

Top