You are here
Home > Featured > જાણો સુરત થી ૯૦ કિ.મી.ના અંતરે આવેલું રહસ્યમયી સ્થળ કે જયાં જઈને તમને થશે સ્વર્ગની અનુભૂતિ

જાણો સુરત થી ૯૦ કિ.મી.ના અંતરે આવેલું રહસ્યમયી સ્થળ કે જયાં જઈને તમને થશે સ્વર્ગની અનુભૂતિ

દરેક લોકો ને ફરવા જવાનો ખુબ જ શોખ હોય છે, જેના માટે લોકો અલગ અલગ ફરવાલાયક સ્થળ પર જતા હોય છે. એમાં પણ ગુજરાતી લોકો ફરવાના શોખીન તો હોય જ છે. નવી નવી જગ્યા ની મુલાકાત લેવા માટે ઘણા લોકો જાય છે. અમુક સ્થળ પર જવાથી ખુબ જ મજા આવે છે, જેમ કે આપણે સ્વર્ગ માં છીએ એવી અનુભૂતિ થાય છે. આજે અમે તમને એવા જ સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્થળ ખુબ જ રહસ્યમયી સ્થળ છે.

જેને જોઇને ખુબ જ શાંતિ થાય છે. તો ચાલો જાણી લઈએ એ સ્થળ વિશે જે સુરત થી થોડા જ કી.મી ના અંતરે આવેલું છે. ઘણા લોકો ને પ્રકૃતિ નો નજારો ખુબ જ પસંદ હોય છે એમણે આ સ્થળની જરૂર મુલાકાત લેવી જોઈએ. આ સ્થળ છે વલસાડ થી ૩૦ કી.મી દુર અને સુરત થી ૯૦ કિલોમીટર દુર આવેલું છે.

ચોમાસા માં ધરમપુર થી ડાંગ સુધી ના સમગ્ર ગ્રામ્ય વિસ્તારો નું પ્રાકૃતિક સૌંદર્ય ખુબ જ રમણીય બની જાય છે. આ પ્રાકૃતિક સૌન્દર્ય જોવા જવું હોય તો ધરમપુર જેવું બીજું કોઈ સ્થળ ન હોઈ શકે. ધરમપુર થી ૧૦ કિ.મી. ના અંતરે બીલીપુડી પાસે મવલી ધોધ, ગણેશ ધોધ, આહન ધોધ, વાગવડ માં વિલ્સન હિલ પાસે સ્થિત શંકર ધોધ તથા ૬૦ કિ.મી. ના અંતરે આવેલ અવલખંડી અને ખોબા નો સુંદર ધોધ આ પાંચ ધોધ એ અપાર પ્રાકૃતિક સૌંદર્ય નો ભંડાર ધરાવે છે. એટલા માટે એ સ્થળની મુલાકાત લઈને એકદમ શાંતિ નો અનુભવ થાય છે.

ધરમપુર માં મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પૌરાણિક શ્રી રાધાકૃષ્ણ ટેમ્પલ, લક્ષ્મીનારાયણ ટેમ્પલ, વિલસન હિલ આ દરેક પ્રકારના અલગ અલગ સ્થળો આ ધરમપુર ગામ ના પ્રાકૃતિક સૌંદર્યતા માં વધારો કરાવે છે. હજી આ સ્થળો પૂરતુ જ ધરમપુર ગામ સીમિત નથી. આ સિવાય ધરમપુર થી માકણબન ના રસ્તા પર જતાં ૨૦ કિ.મી. પર અરણાઈ માં ગરમ પાણી ના ઝરણાં આવેલા છે.

ધરમપુરમાં ખુબ જ રમણીય ઝરણા પણ જોવા મળે છે અને આવા ઝરણાં સુરત થી સાપુતારા તરફ જતાં ઉનાઈ ગામ માં પણ જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમી તથા ફોટોગ્રાફી ના શોખીન લોકો માટે ચોમાસા  માં આ જગ્યા ખુબ જ સારી ગણાય છે. ધરમપુર ની આજુબાજુ નાની-મોટી ટ્રેકિંગ સાઈટ્સ પણ સ્થિત છે. આ ટ્રેકિંગ સાઈટ્સ માં આબાતલાટ ડુંગર, સાડુને ડુંગર, બીસે ડુંગર, વિલસન હિલ વગેરે સ્થળ જોવા મળે છે.

ચોમાસાની ઋતુમાં આ બધી નદીઓ એના સોળે કળા એ ખીલી ઉઠે છે. ત્યારે આ સ્થળનો નજારો ખુબ જ જોવાલાયક હોય છે અને રમણીય પણ ખુબ જ હોય છે. આ સ્થળ પર સામાન્ય રીતે ૯૦-૧૦૦ ઈંચ વર્ષા થાય છે. અહીં ચોખા, નાગલી, વરઈ ધાન, હળદર, આંબા હળદર, કચુરલો અને અનેકવિધ પ્રકાર ના શાકભાજી ની ખેતી પણ થાય છે. અહી આદિવાસીના લોકો પણ ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. જે લોકો ખાણી-પીણી ના શોખીન છે તેમણે એકવાર ત્યાં ભોજન નો સ્વાદ જરૂર લેવા જવું જોઈએ.

આદિવાસી મહિલાઓ ચોખા અને નાગલી ના રોટલા, લીલા વાંસ ની શાકભાજી, વાંસ નું અથાણું, કંવરી ની ભાજી, કાળી અડદ ની દાળ, ખીચડી-કઢી તથા એક સ્પેશ્યલ ચટણી વગેરે એના ભોજન માં બનાવે છે. ધરમપુર થી વાસદા તરફ જતા માર્ગ માં ૨૫ કિ.મી. ના અંતરે આદિવાસી સ્ત્રીઓ એક રેસ્ટોરન્ટ પણ ચલાવે છે જયાં તમે આ ભોજન નો સ્વાદ માણી શકો, જ્યાં ભોજન ખુબ જ ટેસ્ટી મળે છે.

કોઈ પણ ના ઘરે શુભ પ્રસંગો હોય ત્યાં આદિવાસી લોકો દ્વારા તાડપા, તુંર, કાળહે જેવા વાદ્ય વગાડવામાં આવે છે અને આ વાદ્યો ની ધુન પર તેમના સમુહ દ્વારા જે પ્રાકૃતિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે તેને જોવાની એક અલગ જ મજા આવે છે. આ જગ્યા સાગ ના લાકડા તથા હાફુસ કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ધરમપુર માં ખુબ જ સસ્તા માં હોટેલ મળી રહે છે. જે લોકો ને ધરમપુર માં રહેવા માટે હોટેલ ની જરૂર હોય એમણે સસ્તા ભાવે હોટેલો પણ સરળતાથી મળી રહે છે.

Top