You are here
Home > Gujarati News > રાહુલ ગાંધી માટે કોંગ્રેસે આપ્યું છે આ ૯ આશાસ્પદ યુવાન નેતાઓ નું બલિદાન, પછી તો મધ્ય પ્રદેશ વાળી જ થાય ને…

રાહુલ ગાંધી માટે કોંગ્રેસે આપ્યું છે આ ૯ આશાસ્પદ યુવાન નેતાઓ નું બલિદાન, પછી તો મધ્ય પ્રદેશ વાળી જ થાય ને…

Gujarati News : Congress પાર્ટીએ વંશવાદ (વારસદાર) ના કારણે Rahul Gandhi  ને બચાવવા માટે એમના ઘણા હોશિયાર યુવાન નેતાઓ ની બલી આપી છે. કોંગ્રેસ રાહુલ ગાંધી ને વર્ષ ૨૦૦૪ થી એકધારા ભારતીય રાજનીતિ ના કેન્દ્ર માં સ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. એ છતાં પણ રાહુલ ગાંધી રાજનીતિ માં પોતાની કોઈ મોટી ઓળખાણ કે કારકિર્દી બનાવી ન શક્યા. રાહુલ ગાંધી ને મોટો બનાવવા ના ચક્કર માં ઘણા યુવાન નેતાઓ ને કોંગ્રેસે જાણી જોઇને તક ન આપી.

જ્યોતિરાદિત્ય સિંધિયા એ મંગળવાર ના રોજ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું. રાહુલ ની સામે સિંધિયા ને ન તો કેન્દ્ર માં વધારે તક મળી અને ન તો પ્રદેશ માં. મધ્ય પ્રદેશ માં પણ સિંધિયા નું કદ નાનું રાખવાની કોશિશ કરવામાં આવી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીઅને બે વાર સાંસદ રહેલા જિતિન પ્રસાદ ને રાહુલ ગાંધી ની સામે ક્યારેય કોઈ મોટો મોકો ન મળ્યો. ઉત્તર પ્રદેશ માં મોટા કોંગ્રેસી નેતાઓ માં જિતિન પ્રસાદ નો સમાવેશ થાય છે. છતાં પણ આજ સુધી ન તો તે કેન્દ્ર માં યોગ્ય રીતે સ્થાપિત થઇ શક્યા અને ન તો ઉત્તર પ્રદેશ માં. જિતિન ક્યારેય પણ એમના લોકસભા ક્ષેત્ર ધૌરહરા ની બહાર કઈ પણ ન કરી શક્યા.

જગનમોહન રેડ્ડી એ કોંગ્રેસ થી અલગ થઈને વર્ષ ૨૦૧૧ માં વાઈ એસ આર કોંગ્રેસ પાર્ટી બનાવી અને હવે તે આંધ્ર પ્રદેશ ના સીએમ છે. મહારાષ્ટ્ર માંથી આવતા મિલિંદ દેવડા સાઉથ મુંબઈ થી બે વાર લોકસભા ના સાંસદ રહેલા, કેબીનેટ મંત્રી પણ બન્યા, પરંતુ આટલા સારા યુવાન નેતા ને રાહુલ ગાંધી ની રાજનીતિ માટે કિનારા પર કરી દીધા હતા એટલે કે એને દુર કરી દીધા.

રાજસ્થાન ના ઉપપ્રમુખ મંત્રી સચિન પાયલેટ કોંગ્રેસ ના તેજ યુવા નેતા છે. માનવામાં આવે છે કે એનું કદ નાનું હોવા માટે જ એને રાજસ્થાન ના સીએમ ન બનાવવામાં આવ્યા. હરિયાણા ના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા નો છોકરો ડિપેન્દ્ર સિંહ હુડ્ડા ને ક્યારેય પણ હરિયાણા થી આગળ જવા ન દીધા. દિપેન્દ્ર ત્રણ વાર સાંસદ રહી ચુક્યા છે છતાં પણ આજ સુધી કોઈ મોટી જવાબદારી નથી મળી શકી.

સંજય નિરુપમ મહારાષ્ટ્ર ના મોટા નેતાઓ માંથી એક છે. સંજય નિરુપમ રાજ્યસભા અને લોકસભા બંને ના સદસ્ય રહી ચુક્યા છે, પરંતુ રાહુલ ગાંધી ની આગળ એનું કદ ક્યારેય પણ મોટું થવા દીધું નથી. દિલ્લી ની પૂર્વ મુખ્ય મંત્રી સ્વર્ગીય શીલા દીક્ષિત નો છોકરો અને યુપી કૈડર ના IAS ઓફિસર રહેલા સંદીપ દીક્ષિત ને ક્યારેય પણ રાહુલ ગાંધી ની આગળ અવસર ન મળ્યો. સંદીપ બે વાર લોકસભા ના સદસ્ય પણ રહી ચુક્યા છે.

પૂર્વ કૈબિનેટ મંત્રી, દિલ્લી કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ અને દિલ્લી વિધાનસભા માં ત્રણ વિધાયક રહેલા અજય માકન ને પ્રતિભા મુજબ કોંગ્રેસ માં ક્યારેય પણ જગ્યા ન મળી.

Top