You are here
Home > Gujarati News > ચાઉમીન ખાવાથી થાય છે આ ૫ નુકશાન, ૩ વર્ષના બાળકના ફેફસામાં થઇ ગઈ મોટી તકલીફ

ચાઉમીન ખાવાથી થાય છે આ ૫ નુકશાન, ૩ વર્ષના બાળકના ફેફસામાં થઇ ગઈ મોટી તકલીફ

શું તમે જાણો છો ચાઉમીન થી થતા નુકશાન વિશે? જાણી લેશો તો ક્યારેય નહિ ખાવ ચાઉમીન : હરિયાણાના યમુના નગરમાં સડક પર વેચાઈ રહેલ ચાઉમીન ખાવાથી ૩ વર્ષના બાળકના બંને ફેફસા ફાટી ગયા. ડોક્ટર ના જણાવ્યા અનુસાર ચાઉમીનમાં નાખવામાં આવતા એસીડ અને વધારે પડતી માત્રા માં સોસ ખાવાથી આપણા ફેફસા ને ખુબજ નુકશાન થાય છે. જયારે પણ તમે અને તમારા બાળક ગલી અને બજાર માં વેચતા આં પ્રકારના ચાઉમીનખાવ છો તો તમને શું નુકશાન થાય છે?

આજ કાલ લોકો ઘરનું જમવાનું ઓછું અને બહારનું લારી પર વેચાતું ભોજન વધારે આરોગી રહ્યા છે. પરંતુ આવા રસ્તા પર વેચતા ભોજનના કારણે આપણા શરીરને ખુબજ નુકશાન થાય છે આવા લારી ના ફાસ્ટ ફૂડ ખાઈ ઘણીવાર જીવ ગુમાવવો પડે છે. તો આજે અમે જણાવીશું ચાઉમીન ખાવાથી આપણા શરીરને શું શું નુકશાન થાય છે એ વિશે વિસ્તારથી.

તમને જાણીને હેરાની થશે કે તમારા શરીર માં એસીડ ભરવામાં આવી રહ્યું છે : ૧. ડોકટરો નું કહેવું છે કે ચાઉમીનમાં સ્વાદ માટે ખતરનાક એસીડ નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકાર ના ફાસ્ટ ફૂડ બનાવવા માટે આજીનોમોટો નો વધારે ઉપયોગ કરી રહ્યા છે. તે ઉપરાંત અન્ય ખતરનાક રસાયણો નો પ્રયોગ પણ કરવામાં આવે છે. ચાઉમીન માં મોનો સોડીયમ ગ્લુકોનાઈટ અને આજીનોમોટો એક સોડીયમ સોલ્ટ હોય છે, જે સ્વાદ ગ્રંથીઓ ને નુકશાન પહોચાડે છે. એ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધારે હાનીકારક સાબિત થાય છે.

૨. ચાઉમીન મેંદાનું બનેલ હોય છે તેથી આંતરડા માં ચીપકી જાય છે. અને કબજિયાત ની સમસ્યા ઉત્પન્ન્ન કરે છે. તેનાથી તમારું પિત્ત પૂરી રીતે સાફ થતું નથી. મેંદા ના ટુકડા શરીરમાં એપેન્ડીક્સ પર અસે કરે છે અને ઇન્ફેકશન નું કારણ બને છે.


૩. ચાઉમીન ની સાથે મિલાવીને ખાવામાં આવતો સોસ ઘણી વાર એક્સ્પાયર થઇ ગયેલ પણ હોય છે. અથવા તો સાવ જ ખરાબ ક્વોલીટી નો હોય છે. આ પ્રકારનો સોસ ખાવાથી કબજિયાત મહેસુસ થાય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે.


૪. ચાઉમીન માં ઘણા કાચા શાકભાજી નો પ્રયોગ કરવામાં આવે છે, ગલી ની દુકાનો માં બનતા ચાઉમીન માં સાફ સફાઈ નું ધ્યાન નથી રાખવામાં આવતું. તેમાં ઉપયોહ કરવામાં આવતી શાકભાજીઓ ઘણી વાર સાફ કર્યા વિના જ ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણા પ્રકારના તેમાં કીતાનુઓ હોય છે. તેથી એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ખતરનાક સાબિત થઇ શકે છે.

૫. જો તમે અઠવાડિયામાં ચાર થી પાચ વાર ચાઉમીન ખાવ છો તો તેનું સેવન તમારા શરીરમાં પાચન ક્ષમતા કમજોર કરે છે. તેનાથી આપણને પિત્ત સબંધી અનેક રોગ થવાની શક્યતા ખુબજ વધી જાય છે. તેથી આવા અનેક પ્રકારના રોગો થી બચવા માટે ક્યારેય પણ રસ્તા પર મળતા કે ગમ્મે તેવી જગ્યા નું ફાસ્ટ ફૂડ નું સેવન કરવાથી બચવું જોઈએ.

 

Top