You are here
Home > Gujarati News > ભોજન માટે પ્રેશરકુકર માં પકાવેલ દાળ સારી કે માટી થી બનેલા વાસણમાં પકાવેલ દાળ, વાંચો સાચી માહિતી વિષે

ભોજન માટે પ્રેશરકુકર માં પકાવેલ દાળ સારી કે માટી થી બનેલા વાસણમાં પકાવેલ દાળ, વાંચો સાચી માહિતી વિષે

હાલ ના સમય મા તમે જે આહાર ગ્રહણ કરી રહ્યા છો તે શુધ્ધ છે ? અને આ આહાર શુધ્ધ હોવા ની શક્યતા કેટલી ? આ તો વાસ્તવિકતા જ છે કે હાલ ના આ જગત મા સ્વાસ્થ્ય નુ કોઇ જ મૂલ્ય નથી. હવે એક પ્રશ્ન પોતાની જાત ને કરો કે તમે જે આહાર ગ્રહણ કરો છો તે શા માટે કરો છો ?

મોટાભાગ ના લોકો નો એક જ જવાબ હશે કે શરીર નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટે , તેને જરૂરી પોષકતત્વો મળી રહે તે માટે. પરંતુ , તમે જે આહાર ગ્રહણ કરો છો તેમાથી વાસ્તવિકતા મા આ બધુ તમને પ્રાપ્ત થાય છે ? તો ચાલો આ બાબતે આગળ વિસ્તૃત ચર્ચા કરીએ.

પુરાતન કાળ થી આપણે ત્યા માટી થી નિર્મિત પાત્રો નો ઉપયોગ થતો આવ્યો છે અને હજુ હાલ પણ અમુક જગ્યા એ આ પરંપરા ને જાળવી રાખી છે. આ માટી ના પાત્રો મા દાળ બનાવવી , દૂધ ગરમ કરવુ , દહી જમાવવુ, ચોખા રાંધવા, અથાણુ સંગ્રહવુ વગેરે ક્રિયાઓ કરી શકાય. આ પાત્ર મા જે ભોજન પકવવા મા આવે તથા સંગ્રહવા મા આવે તેના થી પોષકતત્વો ના પૌષ્ટિકતા ના પ્રમાણ મા જરા પણ ઘટાડો થતો નથી આ ઉપરાંત સ્વાદ મા પણ વધારો થાય છે.

આયુર્વેદ અનુસાર આગાર બનાવતી વખતે તેને વાતાવરણ મા રહેલી શુધ્ધ હવા નો સ્પર્શ મળવો જોઇએ. હાલ ના જે પ્રેશરકુકર મા જે ભોજન તૈયાર થાય છે તે વરાળ થી પાકતુ નથી પણ ઉકળે છે. માટી ના પાત્રો મા આહાર બનવા મા થોડો વધુ સમય લાગે છે પરંતુ બને છે સ્વાદિષ્ટ. આ ઉપરાંત મનુષ્ય ના શરીર મા જે ૧૮ પ્રકાર ના મહત્વ ના પૌષકતત્વો મળવા જરૂરી છે તે આમાથી પ્રાપ્ત થાય છે. જેમ કે કોબાલ્ટ , સલ્ફર , કેલ્શિયમ , સિલિકોન , આયર્ન વગેરે.

આપણે સૌ આ વાત ના સાક્ષી છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ ને મટકી નુ માખણ અત્યંત પ્રિય હતુ. આ ઉપરાંત આ બાબત નુ વૈજ્ઞાનિક તારણ સાબિત થયેલુ છે કે માટી ના પાત્રો નુ ભોજન શ્રેષ્ઠ હોય છે. આપણે સૌ જગન્નાથપુરી ના મંદિરો થી જાણીતા જ હશુ. આ મંદિર મા રોજ કરોડો રૂપિયા નુ દાન આવે છે તેમ છતા પણ ત્યા પ્રસાદ માટી ના પાત્ર મા તૈયાર કરવા મા આવે છે.

એક વાતચીત દરમિયાન તેમના મહંતે જણાવ્યુ કે , આપણુ શરીર માટી મા થી નિર્મિત થયેલુ છે તથા માટી ને આપણા શાસ્ત્રો મા અત્યંત પવિત્ર ગણવા મા આવે છે. આ ઉપરાંત આપણે જ્યારે મૃત્યુ પામી એ છીએ કે પછી આપણા દેહ ને અગ્નિદાહ આપવા મા આવે ત્યારે તે ફરી માટી મા પરિવર્તિત થઇ જાય છે.

આ બાબત નુ વૈજ્ઞાનિક તારણ પણ છે , આ રાખ નુ લેબોરેટરી મા પરિક્ષણ કરવા મા આવેલ છે જેમાથી શરીર ને જરૂરી ૧૮ પૌષકતત્વો આ રાખ મા થી પ્રાપ્ત થયા હતા જેમ કે કેલ્શિયમ , ફોસ્ફરસ , સલ્ફર , ઝીંક , આયર્ન વગેરે આના પર થી સાબિત થાય છે કે શરીર ને ઉપયોગી એવા બધા જ પૌષકતત્વો માટી મા સમાયેલા છે માટે માટી ના પાત્રો નો ઉપયોગ કરવો શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

આપણે આધુનિકતા મા એટલા અંજાઇ ગયા છીએ કે પેલા મહંત ની ત્રણ મિનિટ ની વાત આપણા ગળે નહી ઉતરે પરંતુ ત્રણ મહિના નો સમય બગાડી આ જ વાત સાબિત કરનાર વૈજ્ઞાનિકો ની વાહ-વાહ કરશુ. આ ઉપરાંત જગન્નાથ ના પ્રસાદ ને પણ લેબોરેટરી ના તપાસ કરવા માટે મોકલ્યો. પરંતુ આની તપાસ માટે ના પુરતા સંસાધનો અહી નહોતા. માટે ભુવનેશ્વર થી દિલ્હી ૩૬ કલાક નો સફર કર્યો.

પરંતુ , હેરાની ની વાત એ છે કે આટલા લાંબો સમયગાળો વીતવા છતા પ્રસાદ એવો ને એવો જ હતો. ૬-૮ મહિના ના લાંબા સંશોધન બાદ એવુ પૂરવાર થયુ કે આ પ્રસાદ મા શરીર ને ઉપયોગી ૧૮ એ ૧૮ પૌષકતત્વો હતા. આ સંશોધન બાદ પ્રેશર કૂકર મા પકવેલા આહાર પર સંશોધન કરાયુ અને તેમા જાણવા મળ્યુ કે આ આહાર મા પૌષકતત્વો નુ પ્રમાણ માત્ર ૧૩% જ હતું.

જ્યારે ૮૭% નાશ પામી ગયુ હતુ. આ ઉપરાંત તજજ્ઞો જણાવે છે કે પ્રેશરકૂકર મા દાળ પાકતી નથી પરંતુ ઉપર થી પ્રેશર પડે જે દાળ ને તોડી નાખે અને વિખેરી નાખે. આ તફાવત આપણ ને ખાવા મા નહી જણાય પરંતુ જો આ રીતે સંશોધન કરવા મા આવે તો અંદાજ આવે જ્યારે ગામ ના એક વૃધ્ધ ને પૂછવામા આવ્યુ કે છેલ્લે માટી ના પાત્ર મા ભોજન ક્યારે પકાવ્યુ ? તો એમણે કહ્યુ ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા.

આ ભોજન થી તમે નિરોગી રહો છો તદુપરાંત કોઇ બીમારી તમારા શરીર મા પ્રવેશી શકતી નથી અને આયુષ્ય મા પણ વધારો થાય છે. મિત્રો ફક્ત એટલુ જ વિચારો કે આપણા દેશ મા બોકસાઇટ વિપુલ પ્રમાણ મા મળી રહે છે જે એલ્યુમિનિયમ પાત્રો નુ રો મટિરિયલ છે તેમ છતા આપણા પૂર્વજો માટી ના પાત્રો નો આગ્રહ રાખતા. કેમ આપણા પુર્વજો એ સમય મા એલ્યુમિનિયમ ના પાત્રો અસ્તિત્વ મા ના લાવ્યા જરૂર વિચાર કરજો.

આ વાત નુ સીધુ જ તારણ છે કે આપણી જરૂરિયાત નહોતી. જ્યારે તમને તમારા શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખતા પાત્રો પ્રાપ્ત થતા હોય તો તમે જાણી જોઇ ને થોડા એલ્યુમિનિયમ ની શોધ મા નીકળવાના છો ? હાલ ફરી આ માટી ના પાત્રો નો ટ્રેન્ડ છવાયો છે અને હાલ ઘણી ઓનલાઇન સાઇટ્સ મા આ પાત્રો નુ વેચાણ પણ કરવા મા આવે છે. ગુગલ પર આ વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાશે.

Top