You are here
Home > Gujarati News > જીવનમાં ખુબ જ સફળ થવું હોય તો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ બતાવ્યા છે સફળ જીવનના આ ૨૦ અચૂક મંત્ર, જરૂર કરો

જીવનમાં ખુબ જ સફળ થવું હોય તો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ બતાવ્યા છે સફળ જીવનના આ ૨૦ અચૂક મંત્ર, જરૂર કરો

શ્રીમદ્ભગવદગીતા ને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે અને આ ગ્રંથ માં ભગવાન શ્રીકૃશ્નજી દ્વારા આપવામાં આવેલા ઉપદેશ છે. મહાભારત યુદ્ધ દરમિયાન જયારે અર્જુન એમના સબંધ અને ગુરુઓ પર શાસ્ત્ર ઉઠાવવા થી ડરી રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ને જીવન સાથે જોડાયેલી હકીકત જણાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગીતામાં આપવામાં આવેલા ખાસ ઉપદેશ વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

જે રીતે આ ઉપદેશો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ને યોગ્ય રાહ બતાવી હતી. આમ તો આ ઉપદેશ વાંચીને પછી તમને પણ યોગ્ય રસ્તો પસંદ કરવામાં આસાની થશે.

શ્રીમદ્ભાગવતગીતા ના અનમોલ વિચાર : હું (ભગવાન) દરેક મનુષ્યના હદય માં વસેલો છું.

  • જન્મ લેતા વ્યક્તિ માટે મૃત્યુ એટલી જ નિશ્ચિત છે, જેટલું કે મૃત્યુ માટે જન્મ લેવો. એટલા માટે જે થાય છે એના પર શોક ન કરવો.

  • ક્રોધ, વાસના અને લાલચ નર્ક ના ૩ દ્વાર છે.
  • ક્રોધ થી ભ્રમ જન્મે છે, ભ્રમ થી બુદ્ધિ અસંવેદનશીલ થાય છે, જયારે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ત્યારે તર્ક નાશ થઇ જાય છે. જયારે તર્ક નાશ થાય છે તાય્રે વ્યક્તિ નો અંત થઇ જાય છે.
  • તું બસ તારા જીવનમાં કર્મ કરો અને ફળની ચિંતા ન કરો.

  • આત્મા ને ન તો કોઈ શાસ્ત્ર કાપી શકે છે અને ન આગ બાળી શકે છે.
  • જીવનમાં કર્મ થી વધારે કઈ નથી, એટલા માટે જેટલું બની શકે એટલા કર્મ જીવનમાં કરવા.
  • બુદ્ધિનો નાશ થવા પર મનુષ્ય નો પણ નાશ થઇ જાય છે.
  • શ્રેષ્ઠ પૂરુષ જે કામ કરે છે, સામાન્ય વ્યક્તિ પણ એવું જ કાર્ય કરે છે.
  • ઇન્દ્રિયો પર સંયમ રાખતા મનુષ્યો ને જ શાંતિ ની પ્રાપ્તિ થાય છે.

  • શોક ન કરવો, મારી શરણમાં આવ, હું તને દરેક પાપ માંથી મુક્તિ અપાવી દઈશ.
  • મનુષ્ય જે મન થી મને યાદ કરે છે હું એને એવું જ ફળ આપું છું
  • હંમેશા સંદેહ કરતા વ્યક્તિ માટે પ્રસન્નતા ત્રણેય લોક માં ક્યાય નથી.
  • જે વ્યક્તિ એમના મન ને નિયંત્રણ નથી કરી શકતા તે પોતાના જ દુશ્મન બની જાય છે.

  • વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે, જો તે વિશ્વાસ ની સાથે ઈચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરે.
  • ન તું આ શરીર નો છે, ન તો આ શરીર તારું છે. શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ થી બનેલુ છે અને એક દિવસ આ બધું એમાં જ મિક્સ થઇ જશે. પરંતુ આત્મા સ્થિર છે. તો પછી તું શું છો?
  • આત્મા ન ક્યારેય જન્મ લે છે અને ન મૃત્યુ પામે છે. શરીર નો નાશ થવા પર પણ એનો નાશ નથી થતો.

  • જીવનમાં જે થયું, તે સારું થયું છે. જે થઇ રહ્યું છે તે સારા માટે થઇ રહ્યું છે, જે થશે તે સારું જ થશે. ભવિષ્ય ની ચિંતા ન કરો. વર્તમાન ચાલી રહ્યો છે. એને જીવવું.
  • મનુષ્યના હાથમાં ફક્ત કર્મ કરવાનું છે, કર્મફળ નથી, એટલા માટે તું કર્મ ફળ ની આશક્તિ માં ન ફસવું અને પોતાના કર્મનો ત્યાગ પણ ન કરવો.
  • હું જ દરેક ની ઉત્પતિ નું કારણ છું અને મારાથી જ જગત ની ઉત્પતિ થાય છે.
Top