You are here
Home > Featured > ભગવાનમાં માનતા હોય તો આ સ્ટોરી જરૂર વાંચજો…

ભગવાનમાં માનતા હોય તો આ સ્ટોરી જરૂર વાંચજો…

મિત્રો, આપણે બધા ભગવાનમાં તો ખુબ જ આસ્થા રાખીએ જ છીએ. આજે અમે તમને એક એવી જ કહાની વિશે જણાવીશું, આ વાત ઘણા સમય પહેલાની છે. થેલીમાં કંઈક વસ્તુ લઈને ખુબ જ ગરીબ લાગતી મહિલા કરીયાણાની દુકાનમાં ગઈ ત્યારે એના ચહેરા પર લાચારી અને ચિંતા ચોખ્ખી દેખાતી હતી. કરિયાણાના વેપારીને એમણે આજીજી કરી કે પોતાની પાસે રહેલી તાંબાની તપેલીના બદલામા આનાજ કે કંઈ પણ વસ્તુ આવતી હોય તે આપે.

ઘરમાં એ મહિલાના બાળકો બે દિવસથી ભૂખ્યા હતા અને તેના પતિને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. હવે તેના ઘરમાં આ તાંબાની તપેલી સિવાય વેચવા માટે બીજું કંઈ જ વધ્યું ન હતું. આ તાંબાની તપેલીના બદલામા તેને જે થોડું અનાજ મળી જાય તો એ બે દિવસથી ભૂખ્યા તેના બાળકોને ખવડાવી શકે, તેવી તેને આશા હતી.

પરંતુ આ મહીલાએ કરેલી આજીજીની પેલા વેપારી પર કોઈપણ અસર પડી ન હતી. પોતે જૂના વાસણોના બદલામાં કરિયાણું નથી આપતો એવો જવાબ આપ્યો. છતાં પણ મહિલા દ્વારા વારંવાર વિનંતી કરતી હતી એટલેવેપારી તેના પર ગુસ્સે થતો હતો અને બોલ્યો, “ખબર નહીં સવાર-સવારમાં આવા ભિખારી ક્યાંથી આવી જાય છે.” એવું બડબડકરતા તેણે મહિલાને દરવાજા તરફ આંગળી કરીને બહાર જતા રહેવા માટે કહ્યું. રડતી રડતી એ મહિલા દુકાનની બહાર જતી હતી કે ત્યાં ઉભેલા એક ગ્રાહકને એ મહિલા પર દયા આવી. તેણે વેપારીને કહ્યું કે આ તપેલીના ભારોભાર જે કંઈ પણ અનાજ આવે તે પેલી મહિલાને આપો અને જો વસ્તુની કિંમત તપેલીની કિંમત કરતા વધારે થાય તો તે ઉપરના પૈસા એ આપી દેશે.

દુકાનદારને હવે  નાછૂટકે તેને એ મહિલાને અના જ આપવું પડે એવી પરિસ્થિતિ થઈ હતી. મોઢું બગાડતા તેણે એ મહિલાને ત્રાજવાના એક બાજુ તપેલી તથા બીજી બાજુ ખરીદી નું લીસ્ટ મુકવા માટે કહ્યું.

પણ પેલી મહિલાની તો જરૂરિયાતો એટલી બધી હતી કે તે તેનું લીસ્ટ બનાવે તો એમાંથી અડધી વસ્તુ પણ ના આવે, છતાં પણ એ મહિલાએ એક નાની ચિઠ્ઠીમા કંઈક લખ્યું અને એ ચિઠ્ઠીતપેલીમાં મૂકી દીધી. કરિયાણાનો વેપારી ચિઠ્ઠી લેવા જાય તે પહેલાં જ તે બોલી કે, “ભાઈ, એક કામ કરો ને. તમે એક ચિઠ્ઠી નથી વાંચવી અને તપેલીના વજનની ભારોભાર ચોખા, ઘઉંનો લોટ, દાળ, ખાંડ વગેરેમાંથી જે કંઈ પણ થોડું થોડું આવે એટલું આપી દો.” આટલું કહી મહિલા માથું નમાવીને ઊભી રહી ગઈ.

એ વેપારીએ ઓછા ભાવ સાથે થોડી ખાંડ, થોડો લોટ, થોડી દાળ અને થોડા ચોખા બીજા પલ્લામાં મૂક્યા. તેને હતું કે બધી વસ્તુઓ થોડી થોડી નાખીશ ઍટલે પલ્લૂ નમી જશે, પરંતુ પલ્લુ તો થોડું પણ નમ્યુ જ નહીં. આથી તેણે બધી વસ્તુઓ વધારે માત્રામાં નાખી. છતાં પણ ખુબ જ  આશ્ચર્ય વચ્ચે તે પલ્લુ એમ જ રહ્યું અને થોડું પણ નમ્યુ નહીં. હવે તો એ મહિલાને પણ આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. એ વિચારવા લાગ્યા કે એક તાંબાની તપેલીનો ભાર આટલો બધો કેવી રીતે હોઈ શકે? ચહેરા પર આશ્ચર્યના ભાવ સાથે એ બધી વસ્તુઓ વધુ માત્રામાં ઉમેરતો ગયો. પરંતુ ત્રાજવાના એ પલ્લામાં હવે વધારે વસ્તુઓ સમાવી શકે એટલી પણ જગ્યા રહી ન હતી. ત્રાજવાનો એ પલ્લુ એટલી હદે ભરાઈ ચૂક્યું હતું કે તેમાં કોઈ પણ વધારેવસ્તુ સામી શકે તેમ ન હતી. દુકાનદાર તો આભો બનીને બસ જોતો જ રહ્યો હતો. તેને એમ સમજાતું ન હતું કે આ શું થઇ રહ્યું છે.

ત્રાજવાના પલ્લામાં હવે જ્યારે એક પણ વસ્તુ સમાઈ શકે તેવી કોઈ શક્યતા ન રહી અને એમણે વસ્તુ નાખવાનું બંધ કર્યું  પછી એ બધી જ વસ્તુઓ એક મોટા થેલામાં ભરીને દુકાનદારે પેલી મહિલાને આપી દીધી. મહિલાએ પેલા ગ્રાહક તથા દુકાનદારનો આભાર માન્યો અને  આંસુથી ભરેલી આંખો સાથે વિદાય લીધી. કહેવા પ્રમાણે પહેલા ગ્રાહકે બધી જ વસ્તુઓ ના 500 રૂપિયા દુકાનદારને ચૂકવી દીધા. પરંતુ બંનેમાંથી કોઈપણ ને એ સમજાતું ન હતું કે એ તપેલીનું વજન આટલું બધું કઈ રીતે વધી ગયું? મહિલા જતી રહી એ પછી દુકાનદારે પેલી તપેલીમાંથી મહિલાએ લખેલી ચિઠ્ઠીઉઠાવીને ખોલી. તેમાં પેલી મહિલાએ લખ્યું હતું કે, “હે ભગવાન ! હું મારી જરૂરિયાતોનું શું લિસ્ટ બનાવું અને કઈ કઈ વસ્તુનું લીસ્ટ બનાવું? તું મારી બધી જ જરૂરિયાતો જાણે છે એટલે તું મને એટલું જોખાવી આપજે.”

ગ્રાહક તથા દુકાનદાર એકબીજાની સામે એકધારું જોઈ રહ્યા. દુકાનદારે તપેલી ઉઠાવીને જોયુ તો ત્રાજવાના પલ્લાનો એક તરફ નો ભાગ તૂટી ગયો હતો. એ કંઈ પણ ન બોલ્યો. અંતરના ઉંડાણમાંથી ઉઠેલી પ્રાર્થનાનું વજન કેટલું હોય તે આજે એ દુકાનદારને એકદમ બરાબર સમજાઈ ગયું હતું.

Author: GujjuBaba Team : તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.. આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે. લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… 

Top