You are here
Home > Featured > બાથરૂમમાં રહેલી ગંદી બાલ્ટી કે મગને આવી રીતે માત્ર થોડાક જ સમયમાં ચમકાવો, ફોલો કરો આ ટિપ્સ…

બાથરૂમમાં રહેલી ગંદી બાલ્ટી કે મગને આવી રીતે માત્ર થોડાક જ સમયમાં ચમકાવો, ફોલો કરો આ ટિપ્સ…

જો ઘરમાં ગંદકી હોય તો તેની બે રીતે અસર થાય છે એક તો ગંદકી ના કારને ઘરની તેમજ ઘરમાં રહેતી ગૃહિણી ની કિંમત નીકળી જાય છે કે એ ક્યાં પ્રકારની સાફ સફાઈ કરતી હશે. અને બીજી એ કે ગંદકીના કારણે મચ્છર થાય છે અને લોકો બીમાર પડે છે. તેથી હંમેશા ઘરને તેમજ ઘરના બાથરૂમને સાફ અને ચોખ્ખું રાખવું જોઈએ. પહેલાના જમાનામાં  કહેવામાં આવતું હતું કે, આપણા ઘરની દીકરીને કોઈના ઘરે આપતી વખતે તેનું બાથરૂમ જરૂર તપાસવું જોઈએ.

લોકો એવું માને છે કે, જે લોકોના ઘરના બાથરૂમ ચોખ્ખા નથી હોતા તેઓ વ્યક્તિગત રીતે પણ સારા નથી હોતા. ત્યારે આ લોકોના ઘરના આપણી દીકરીના લગ્ન ના કરવા જોઈએ. આવી પહેલાના લોકોની માન્યતા હતી અને એ એક હદ સુધી સાચી પણ હોય છે.

આજકાલ પાણી ક્ષર વાળું આવતું હોવાથી દરેક ગૃહિણીની એ સમસ્યા હોય છે કે બાથરૂમમાં રાખેલ કોઈ પણ ડોલ કે ટબ પર દરરોજ સફાઈ કરવા છતાં ક્ષર જામી જાય છે. ઘરમાં જો સૌથી વધુ સાફ સફાઈ ની જરૂર હોય તો તે છે બાથરૂમ. બાથરૂમ માં જ સૌથી વધુ પાણીનો વપરાશ થતો હોય છે જેને લીધે ચીકાશ થઇ જાય છે.

બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની બાલ્ટી, ટબ પણ મેલા અને ગંદા થઇ જાતા હોય છે. યુઝ કરતા કરતા તેની અંદર અને બહાર ગંદકી જમા થવા લાગે છે. અને ધબ્બા પણ પડી જાય છે. જેને ખુબ ઘસવા છતાં પણ તેની ચમક નજરમાં નથી આવતી. અને ગૃહિણીના હાથ દુખી જાય છે.

તો તમારી આ જટિલ સમસ્યાનો ખુબજ આસાન ઉપાય આજે અમે તમને જણાવીશું. આ છે એક ખુબજ અસરદાર પેસ્ટ જે આ પ્લાસ્ટિક ની ડોલ, ટબ, મગ અને તેની સાથે જોડાયેલા કોઈપણ સામાનને ચમક બે જ મિનિટમાં આપી દેશે. આ પેસ્ટ બનશે બેકિંગ સોડા અને વિનેગર ના મિશ્રણ થી. આ અસરદાર પેસ્ટ ને તૈયાર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર ની જરૂર પડશે જે લગભગ દરેકના ઘરોમાં આસાનીથી મળી જાય છે. જે પ્લાસ્ટિક આઈટમને સાફ કરવાનું છે. તેની સાઈઝના હિસાબથી પેસ્ટ તૈયાર કરવાની રહેશે.

મિશ્રણ તૈયાર કરવાની રીત: સૌ પ્રથમ પેસ્ટ બનાવા માટે 1 નાની ચમચી બેકિંગ સોડા અને 2 નાની ચમચી વિનેગર ને મિક્સ કરો. પેસ્ટ ન તો પાતળી કે ન તો ઘાટી હોવી જોઈએ. બેકિંગ સોડા કોઈપણ વસ્તુને ફુલાવાનું કામ કરે છે માટે જ કેક, ઢોકળા જેવી ચિજોમાં તેનો વપરાશ થાય છે.

આ રીતે કરો  ક્લિનીંગ પ્રોસેસ: જે પ્લાસ્ટિક ની ડોલ અને ટબ ને સાફ કરવાનું છે, તેના પર સ્ક્ર્બર ની મદદ થી આ પેસ્ટ લગાવો. ધીમે ધીમે તેને રગડો અને જ્યા ગંદકી વધુ છે, ત્યાં આ પેસ્ટ ને વધુ લગાવો. થોડીક મિનિટ સુધી રગડ્યા પછી ડોલ કે ટબ ને પાણીથી ધોઈ લો. પછી જુઓ તમારી ગંદી ડોલ કે ટબ નવા જેવા ચમકવા લાગશે. એક વાર જરૂર ટ્રાય કરો આ ઉપાય તમારું બાથરૂમ અને બાથરૂમનો સમાન ચમકી ઉઠશે.

 

Top