You are here
Home > Featured > બાળકોથી વધારે તો માં-બાપ શિકાર હોય છે આ લતના…

બાળકોથી વધારે તો માં-બાપ શિકાર હોય છે આ લતના…

સ્માર્ટફોને જિંદગીને આસાન તો બનાવી દીધી, પરતું એની સાથે ઘણી ચિંતાઓ પણ સંકળાયેલી છે. માં બાપ આ વાતથી પરેશાન રહે છે કે બાળકો ફોન પર ખુબ જ વધારે સમય વિતાવે છે. એને ઘણી વાર એ ચિંતા સતાવે છે કે બાળકને ફોનની આદત ના થઇ જાય. બાળકોની ચિંતા કરતા કરતા માં બાપ ભૂલી જાય છે કે બાળકોને પણ આ ચિંતા તો ણથી સતાવી રહીને.

એક અધ્યયન મુજબ, ઘણા બાળકોને લાગે છે કે એના માતા પિતા ને ફોનની આદત પડી ગઈ છે. અમેરીકા ના એક ગેર-લાભકારી સંગઠન કોમન સેંસ મીડીયા (commonsensemedia.org)એ ફોન ના ઉપયોગ પર માતા-પિતા અને બાળકોના વિચાર પર રીસર્ચ  કર્યું.

આ અધ્યયનમાં ઘણા  ચોકાવનારા  તથ્ય સામે આવ્યું છે. અધ્યયન માં જાણવા મળ્યું છે કે ૧૦ માંથી સાત માતા-પિતા ને લાગે છે કે એનું બાળક ફોનનો વધારે ઉપયોગ કરે છે. એમાંથી ૬ ને લાગે છે કે બાળકને ફોનની ટેવ પડી ગઈ છે.

આવી જ હાલત બાળકોની પણ છે. ૧૦ માંથી ૪ બાળકોને લાગે છે કે એના માતાપિતા જરૂરત થી વધારે સમય ફોનમાં પર વિતાવે છે. સૌથી વધારે ચોકાવનારી વાત એ છે કે કોઈ પણ એક બીજાને આ વાત કહેતા નથી. ચિંતાની વાત એ છે કે જો માતાપિતા ને ફોનની આદત પડી જશે તો બાળકોને કોણ સમજાવશે? સવાલ એ પણ છે કે જો બાળકો તમને જ ફોનની ટેવનો શિકાર માને છે, તો તમારી વાતનો એના પર શું અસર થશે?

ઊંઘમાં પડી રહી છે ખલેલ

સ્વસ્થ શરીર માટે પ્રયાપ્ત ઊંઘ કેટલી જરૂરી છે, એ દરેક લોકો જાણે જ છે. ફોનનો વધારે ઉપયોગ અને તેની આદત સૌથી વધારે અસર ઊંઘ પર પડે છે. અધ્યયન માં જાણવા મળ્યું કે ૨૬ ટકા માતાપિતા સુતા પહેલાની પાંચ મિનીટ સુધી ફોનનો ઉપયોગ કરે છે. લગભગ ૨૩ ટકા લોકો સવારે જાગ્યાના ૫ મિનીટ ની અંદર ફોન ચેક કરે છે.

કિશોર ઉંમરના બાળકોની બાબતમાં સ્થિતિ વધારે ચિંતાજનક છે. ૪૦ ટકા બાળકો સુવાના પાંચ મિનીટ પહેલા સુધી ફોન જોવે છે. ૩૬ ટકા બાળકો રાત્રે જાગીને ફોન ચેક કરે છે અને ૩૨ ટકા બાળકો સવારે જાગતા જ ફોન જુએ છે.

વડીલો ની હાલત વધારે ચિંતાજનક

જોવામાં ભલે બાળકોનો આંકડો વધારે લાગી રહ્યો છે, પરતું માતાપિતા ની બાબતમાં સ્થિતિ વધારે ખરાબ છે. ઉદાહરણ તરીકે આ વર્ષે ૫૨ ટકા માતાપિતા એ એવું માન્યું કે તે ફોન નો વધારે ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૬ ની તુલનામાં આ બેગણો છે અને બાળકોની બાબતમાં આ આંકડો ૬૧ ટકા થી ઘટીને ૩૯ પર આવી ગ્યો છે. આ રીતે પહેલા ના ૨૭ ટકાની તુલનામાં હવે ૪૫ ટકા માતાપિતા ને લાગે છે કે તેને ફોનની ટેવ પડી ગઈ છે.

આ મામલામાં બાળકો ૫૦ ટકા થી ઘટીને ૩૯ ટકા પર આવી ગઈ છે. અધ્યયન કરતા લોકોને આ વાતનો કોઈ સ્પષ્ટ કારણ ણથી મળ્યું કે ફોન ના ઉપયોગને લઈને માતા પિતા અને બાળકો ની આદતોમાં આ પ્રકારના બદલાવ શા માટે આવી રહ્યા છે. તેનાથી નવા પ્રકારની ચિંતા જરૂર ઉભી થઇ ગઈ છે.

Top