You are here
Home > Gujarati News > દરેક માતા પિતાએ ખાસ વાંચવું : ક્યાંક તમારું બાળક તો નથી ને ડીપ્રેશન નો શિકાર? ઓળખો આ ૮ લક્ષણો દ્વારા, આ લક્ષણ ખબર હશે તો બાળક ની જીદગી બચાવી શકશો

દરેક માતા પિતાએ ખાસ વાંચવું : ક્યાંક તમારું બાળક તો નથી ને ડીપ્રેશન નો શિકાર? ઓળખો આ ૮ લક્ષણો દ્વારા, આ લક્ષણ ખબર હશે તો બાળક ની જીદગી બચાવી શકશો

આજકાલ દરેક લોકોને થોડી ચિંતા અને અને પરેશાની આવતી જ રહે છે, જેના કારણે ઘણા લોકો ડિપ્રેશન નો શિકાર પણ બની જાય છે. ડીપ્રેશન નો શિકાર યુવાન કે વયસ્ક ના વ્યક્તિ જ નહિ, પરંતુ બાળકો પણ થઇ શકે છે. સામાન્ય રીતે બાળકો ને નારાજ થવું કે રીસાવવું સ્વાભાવિક હોય છે, પરંતુ જો બાળકો નું મૌન માં અસામાન્ય લક્ષણ જોવા મળે તો એને બિલકુલ નજર અંદાજ ન કરવા જોઈએ. ઘણી વાર બાળકો ચુપચાપ થઇ જાય છે.

ડિપ્રેશન નો શિકાર બાળકો ની બોડી લેંગ્વેજ થી પણ એની સમસ્યા ને સમજી શકાય છે. એવા લક્ષણો ડિપ્રેશન ના કારણે થઇ શકે છે. આજે અમે તમને એવા જ અમુક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકો છો કે બાળક ને શું સમસ્યા છે. તો ચાલો જાણી લઈએ બાળકો માં ડિપ્રેશન ના લક્ષણો ક્યાં પ્રકારના જોવા મળે છે.

બાળકો માં શા માટે આવે છે ડિપ્રેશન?

એક્સપર્ટ માને છે કે બાળકો માં ડિપ્રેશન ની ઘણા બધા કારણ હોઈ શકે છે. તે ખરાબ સ્વાસ્થ્ય, જિંદગી ની દરેક સમસ્યાઓ, પરિવારિક સમસ્યા, આસપાસ નું વાતાવરણ, અનુવાંશિક અથવા બાયોકેમિકલ ડિસ્ટર્બન્સ ના કારણે પણ હોય શકે છે. ડિપ્રેશન માં રહેતા બાળકો ને ઘણી વાર સામાજિક અંતર બનાવી રાખવું વધારે સારો વિકલ્પ લાગે છે.

બાળકો માં ડિપ્રેશન ના ૮ લક્ષણ

૧. સ્વભાવ ચીડ્ચીડ્યો થઇ જવો કે પછી ખુબ જ વધારે ગુસ્સો કરવો. હંમેશા દુખી દુખી રહેવું.

૨. ઊંઘ માં અચાનક થી બદલાવ આવવા. ઓછી ઊંઘ આવવી કે પછી વધારે સમય સુધી સુતું રહેવું.

૩. હંમેશા નિરાશ રહેવું અને કોઈ પણ કામ હોય એમાં પ્રયત્ન કર્યા પહેલા જ આશા છોડી દેવી.

૪. થકાવટ અને ઓછી એનર્જી

૫. એકાગ્રતા માં ઘટાડો અને નાની નાની ભૂલ માટે પોતાને વધારે દોષ આપવો.

૬. મોટાભાગના સમયે પેટ કે માથા ના દુખાવા ની ફરિયાદ કરવી.

૭. સામાજિક ગતિ વિધિઓ થી અંતર બનાવી રાખવું. મિત્રો અને સબંધીઓ સાથે હળવું મળવું.

૮. વારંવાર મરવું કે આત્મહત્યા કરવા માટે વિચાર કરવો.

Top