You are here
Home > Gujarati News > રક્ષાબંધન પર ન બાંધવી ભાઈને આ પ્રકારની રાખડી, આ પ્રકારની રાખડી હોય છે અશુભ..

રક્ષાબંધન પર ન બાંધવી ભાઈને આ પ્રકારની રાખડી, આ પ્રકારની રાખડી હોય છે અશુભ..

રક્ષાબંધનનો તહેવાર ભાદરવા પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈની કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન એ ભાઈ-બહેનોનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. બહેન તેના ભાઇની કાંડા પર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી આયુની શુભેચ્છા પાઠવે છે. આમ તો જોવામાં આવે તો બજારમાં અલગ અલગ પ્રકારની રંગબેરંગી રાખડીઓ ઉપલબ્ધ છે, જેને જોઈને બહેનો હમેશા આકર્ષિત થઇ જાય છે. પરંતુ રાખડી ખરીદતા સમયે અમુક વાતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ.

માન્યતા અનુસાર આ પ્રકારની રાખડીનો પ્રયોગ કરવામાં આવે તો તેના કારણે ઘર-પરિવારમાં પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે અને એટલું જ નહીં પરંતુ પરિવારના લોકોને નુકશાનનો સામનો પણ કરવો પડી શકે છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે તમે આ પ્રકારની રાખડી તમારા ભાઈના હાથે ન બાંધો.

આ પ્રકારની રાખડી માનવામાં આવે છે અશુભ

પ્લાસ્ટીકની રાખડી ન બાંધવી

રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈના હાથ પર પ્લાસ્ટિકની રાખડી બાંધે છે, તો તેના કારણે દુર્ભાગ્યનો આરંભ થઇ જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખવું.

તૂટેલી રાખડી બાંધવાથી બચવું

ઘણી વાર એવું બને છે કે બહેન અજાણતાં તૂટેલી રાખડી ખરીદીને લઇ આવે છે અથવા રાખડીનો થોડો ભાગ તૂટી જાય છે. તમારે તમારા ભાઇના કાંડા પર આ પ્રકારની રાખડી ન બાંધવી જોઈએ, તેના કારણે પરિવાર પર સંકટ આવે તેવી સંભાવના છે. આ પ્રકારની રાખીને અશુભ માનવામાં આવે છે.

રક્ષાબંધન પર કાળા રંગની રાખડી ન બાંધવી

શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો કાળા રંગનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવેલ છે. શનિ ગ્રહ સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે. એટલું જ નહીં પરંતુ તેને કાર્યમાં વિલંબ કરવા વાળો ગ્રહ પણ માનવામાં આવેલ છે. બહેનોએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રક્ષાબંધન પર પોતાના ભાઈના હાથ પર કાળા રંગની રાખડી બાંધવી નહીં. કારણ કે કાળા રંગની રાખડી અશુભ માનવામાં આવે છે.

અશુભ ચિન્હો વાળી રાખડી ન બાંધવી

ભલે બજારમાં ઘણી ડિઝાઇન વાળી રાખડી મળતી હોય, પરંતુ રાખડીમાં ઘણા અશુભ ચિન્હ બનેલા હોય છે, જેના પર બહેનોનું ધ્યાન હોતું નથી. જેના કારણે તમારે ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. રક્ષાબંધન પર બહેનોએ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અશુભ ચિન્હો વાળી રાખડી ખરીદીને પોતાના ભાઈના હાથ પર બાંધવી નહીં.

ભગવાન વાળી રાખડી ન બાંધવી જોઈએ

આજકાલના સમયમાં બજારમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ મળે છે. કોઈ રાખડી ઉપર ફૂલ બનેલા હોય છે તો કોઈ રાખડી પર ભગવાનનું ચિત્ર અથવા ભગવાનની પ્રતિમા બનેલી હોય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના ભાઈનાં હાથ પર ભગવાન વાળી રાખડી બાંધવી નહીં. કારણ કે તેના કારણે તમે પાપના ભાગીદાર બનો છો. રક્ષાબંધન પણ ભગવાનની પ્રતિમા વાળી રાખડી ખરીદી કરવી નહીં.

Top