You are here
Home > Gujarati News > ઘણા રોગોમાં છે લાભદાયી છે ગાય નું ઘી, ઠંડા પાણીમાં ૧૦૦ વાર ઝાટકવાથી (ફેંટવાથી) બને છે આવી અમૃત જેવી ઔષધિ,

ઘણા રોગોમાં છે લાભદાયી છે ગાય નું ઘી, ઠંડા પાણીમાં ૧૦૦ વાર ઝાટકવાથી (ફેંટવાથી) બને છે આવી અમૃત જેવી ઔષધિ,

આજકાલ લોકો એમના સ્વાસ્થ્ય ને લઈને ખુબ જ સજાગ થઇ ગયા છે, કારણ કે વ્યસ્ત જીવનશૈલી ના કારણે દરેક લોકો નું ખાવા પીવાનું અને રહેવાનો યોગ્ય થઇ શકતું નથી. આ કારણે મોટાભાગ ના લોકો ઘણી બીમારીઓ ના શિકાર થઇ રહ્યા છે. એટલા માટે સ્વાસ્થ્ય ને જોતા મોટાભાગના લોકો ઓછું ઘી અને તેલ વાળી વસ્તુ ખાવાનું ખાઈ છે, કારણ કે ઘી અને તેલ માં ચરબીયુક્ત નું પ્રમાણ વધારે હોય છે, જે બીમારીઓ ની સૌથી મોટું મૂળ માનવામાં આવે છે. ડો. લક્ષ્મીદ્તા શુક્લા અનુસાર, ઘી થી પાચન સુધરે છે અને તે વજન ઘટાડવા માં સહાયક થાય છે.

ઘી નો ઉપયોગ હદય ના દર્દીઓ માટે વર્જિત માનવામાં આવે છે, પરંતુ આ જાણીને હેરાની થશે કે ગાય ના ઘી થી હદય ના દર્દી નું સ્વાસ્થ્ય પણ સારું કરી શકાય છે. કારણ કે એમાં ચરબી નું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. સ્વાસ્થ્ય માટે ગાય નું ઘી ‘અમૃત’ સમાન છે. ઘણી શોધો નું નિષ્કર્ષ નીકળ્યું છે કે ગાય ના ઘી થી હવન કરવામાં આવે તો એનાથી લગભગ ૧ ટન ઓક્સીજન નીકળે છે તો ચાલો દેસી ગાય ના ઘી ના ગુણકારી ઉપયોગ વિશે જાણી લઈએ.

વજન ને રાખે સંતુલિત

ગાય ના ઘી માં ફેટ એસીડ ઓછું થાય છે, જેનાથી ખાવાનું જલ્દી પછી જાય છે. ગાય ના ઘી થી વજન સંતુલિત રહે છે અને એનાથી મોટાપો પણ ઓછો રહે છે. મેટાબોલિજમ નું કાર્ય છે શરીર ની ચરબી ને ઉર્જા માં પરિવર્તિત કરવી.

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કાર્ય

કૈલ્શિયમ શરીર ના બ્લડ સેલ્સ ને નુકશાન ન પહોચે, એટલા માટે ગાય ના ઘી માં રહેલા k-૨ તત્વ એને રોકવાનું કામ કરે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે અને શારીરી ની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. એ જ કારણ છે કે સ્વસ્થ રહેવા માટે હંમેશા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

શારીરિક અને માનસિક ક્ષમતા માં વધારો

ગાયના ઘી ની નિયમિત માલીશ કરવાથી શારીરિક અને માનસિક તાકત વધે છે અને જો જુના ઘી થી બાળકો ની છાતી અથવા પીઠ પર માલીશ કરવામાં આવે તો એને શરદી પણ સારી થઇ જાય છે અને વધારે કમજોરી લાગવા પર એક ગ્લાસ દૂધ માં એક ચમચી ગાય નું ઘી નાખીને પીવાથી ઉર્જા મળે છે.

સ્તન અને આંતરડાના કેંસરથી બચાવ

ગાય ના ઘીમાં એવા ગુણ મળી આવે છે, જે કેંસર સાથે લડવાની ક્ષમતા રાખે છે અને કેંસર ને ફેલ્વાથી પણ રોકે છે, એટલા માટે આંતરડા ના કેંસર અને મહિલાઓ માં સ્તન કેંસર ની આશંકા ગયા ના ઘી ના નિયમિત સેવન થી ઓછી થાય છે.

આંખો ની રોશની વધે છે

આંખો ની રોશનીમાં વધારો કરવામાં પણ ગાય નું ઘી ખુબ જ લાભપ્રદ માનવામાં આવે છે. એક ચમચી ગાય ના ઘી માં એક ચમચી ખાંડ અને એક ચુટકી પીસેલા મરી મિક્ષ કરીને દૂધ ની સાથે ખાલી પેટ સવાર સાંજ ખાવાથી આંખ ની રોશની વધે છે.

ત્વચા માટે સર્વોત્તમ ઔષધિ

ઠંડા પાણીમાં ગાય નું ઘી સો વાર ફેંટવાથી આ ઔષધિ નું રૂપ લઇ લે છે, જેને ત્વચા પર લગાવવાથી ચામડી ની બીમારીઓ સારી થઇ જાય છે અને સાથે પણ ચહેરા ની ચમક વધારવામાં પણ ગાય નું ઘી ઉત્તમ માનવામાં આવે છે.

Top