You are here
Home > Bollywood News > કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

બોલીવુડ ના ખેલાડી અક્ષય કુમાર લોકોની મદદ કરવાની કોઈ તક નથી છોડતા. પછી ભલે વાત ખેડૂતો ની હોય કે પછી સેના ના જવાનો ના પરિવારના લોકો ની. અક્ષય મદદ માટે ખુબ જ જલ્દી આગળ આવી જાય છે અને લોકો ની મદદ કરે છે. હાલમાં જ એમણે કોરોના સંકટ માં પીએમ કેયર્સ ફંડ માં ૨૫ કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા અને બીએમસી ને ૩ કરોડ નું દાન આપ્યું.

હવે અક્ષયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના લોકો ની મદદ માટે એમનો હાથ આગળ કર્યો છે. અક્ષય હાલમાં જ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી ના લોકો ની મદદ માટે ૪૫ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

લોકોની મદદ માટે હંમેશા રહ્યા આગળ

અક્ષય કુમારે હંમેશા થી ઘણા લોકો ની મદદ કરી છે. લોકડાઉન ના કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી ના દરેક કામ બંધ પડી ગયા છે. એવા માં ઘણા લોકો છે જેણે એની નોકરી ગુમાવી દીધી છે. આ ઈન્ડસ્ટ્રી માં કામ કરતા એવા ઘણા વર્કસ છે, જેનું ભરણપોષણ ટીવી અને ફિલ્મ પ્રોડક્શન માં કામ કરવાથી ચાલતું હોય છે, પરંતુ લોકડાઉન ના કારણે તે બધા પણ મુશ્કેલી માં ફસાઈ ગયા છે. એવા લોકો ની મદદ માટે અક્ષય કુમારે ૪૫ લાખ રૂપિયા નું દાન CINTAA (Cine & TV Artistes Association) ને આપ્યા છે.

સિને અને ટીવી આર્ટીસ્ટ એસોસીએશન ને આપ્યા ૪૫ લાખ

અક્ષય કુમારે સીને અને ટીવી આર્ટીસ્ટ એસોસિએશન માં ૪૫ લાખ રૂપિયા નું દાન આપ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન CINTAA ના સીનીયર જોઈન્ટ સેક્રેટરી અને ટીવી કલાકાર અમિત બહલે આ વાતની પુષ્ટિ કરી છે.

અમિતે જાણકારી આપી છે કે CINTAA ના સદસ્ય અયુબ ખાને ઈન્ડસ્ટ્રી ના લોકો પર ખાસ કરીને પ્રોડક્શન નું કામ કરતા લોકો પર આવેલા નોકરીના સંકટ અને આર્થિક પરેશાની ની વાત જાવેદ જાફરી સાથે કરી. આ વાત જયારે અક્ષય કુમાર સુધી પહોચી તો એમણે એવા લોકો ની યાદી માંગી અને ૧૫૦૦ લોકો ના ખાતા માં ૩૦૦૦ રૂપિયા ટ્રાંસફર કરી કુલ ૪૫ લાખ રૂપિયા ની મદદ કરી.

અક્ષયે શરુ કર્યું શુટિંગ

અક્ષયે લોકો ને વિશ્વાસ અપાવ્યો કે જરૂરત પડશે તો તે આગળ પણ લોકો ની મદદ કરશે. જયારે અક્ષય કુમારે લોકડાઉન માં અત્યારે શુટિંગ શરુ કરી દીધું છે. અક્ષય પહેલા કલાકાર છે જેમણે લોકડાઉન ની વચ્ચે સૌથી પહેલા શુટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. તે એક એડ ફિલ્મ નું શુટિંગ કરી રહ્યા છે. શુટિંગ દરમિયાન દરેક ગાઈડલાઈન્સ ને ફોલો કરવામાં આવી રહ્યા છે.

Top