You are here
Home > Gujarati News > આજના આધુનિક યુગમાં જે યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે, તેના માટે એક વડીલની શીખ આપતી કહાની

આજના આધુનિક યુગમાં જે યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે, તેના માટે એક વડીલની શીખ આપતી કહાની

એક છોકરી ને તેના પપ્પા એ એક મોંઘો ફોન ગીફ્ટ કર્યો. બીજા દિવસે તેના પપ્પા એ તેને પુછ્યુ કે તે મોબાઈલ આવ્યા બાદ સૌથી પહેલા શુ કર્યુ ? છોકરી એ વળતો જવાબ આપ્યો કે મે પહેલા તો મોબાઈલ નુ કવર તેમજ ગ્લાસ નખાવ્યો. પાછુ તેના પપ્પા એ પુછ્યુ કે આ બધુ કરવા માટે તને કોઈ વ્યક્તિ એ તને ફોર્સ કર્યો ?

છોકરી બોલી કે ના પપ્પા કોઈ એ પણ નહી. પપ્પા બોલ્યા કે તને એમ નથી થતુ કે તે આ મોબાઈલ બનાવનાર કંપની ની બેઈજ્જતી કરી હોય ? ત્યારે છોકરી બોલી કે પપ્પા એવુ નથી. મને ત્યા ના વ્યક્તિઓ એ જ કહેલ કે કવર લગાવી લો. પાછા પપ્પા બોલ્યા કે તો શુ આ મોબાઈલ એવો બકવાસ દેખાતો હશે. તો એને સંતાડવા માટે કવર લેવુ પડે.

છોકરી જવાબ આપે કે ના પપ્પા મોબાઈલ સારો લાગે માટે જ કવર ખરીદ્યુ છે. પિતા એ એવુ પુછ્યુ કે તો પછી તને એમ નથી લાગતુ કે આ ફોન ના સૌંદર્ય મા ખામી આવી ગઈ હોય ? છોકરી બોલી કે પપ્પા કવર લગાડવા ને લીધે મોબાઈલ ની સુંદરતા મા વધારો થઈ ગયો.

આ બધુ કહ્યા બાદ પપ્પાએ તેની પુત્રી સામે સ્મિત કરતા જોયુ અને માથે હાથ ફેરવી બોલ્યા કે જો દિકરી આ તો માત્ર મોબાઈલ જ છે પણ તેના થી સૌંદર્યવાન તારો દેહ છે , તુ ઘર નુ આભુષણ છે અને તુ તારા દેહ ને સારા કપડા થી ઢાંકીશ તો વધારે સૌંદર્યવાન લાગીશ. આ વાત સાંભળી ને દીકરી ના આંખ મા થી અશ્રુ ની ધારા ચાલુ થઈ ગઈ. આ સવાલ નો કોઈ જ ઉત્તર નહોતો. અત્યાર ના આધુનિક સમય અનુસાર વસ્ત્રો પહેરવા જોઈએ પણ એ ધ્યાન રાખવુ કે આપણી પરંપરા નુ અપમાન ન થાય.

Top