
મિત્રો જેમ-જેમ ઉંમર ઢળતી જાય છે તેમ-તેમ શરીર મા પણ અનેક પ્રકાર ના બદલાવો થતા રહે છે. મોટાભાગ ના લોકો આ બદલાવ પર ત્યાં સુધી ધ્યાન નથી ડેટા જ્યાં સુધી તે કોઈ વિકરાળ સ્વરૂપ ધારણ નથી કરતું. આ પરિસ્થતિ મા પોહચ્યા પછી દવાખાના ના ધક્કા તથા મલમ કે લેપ સિવાય કોઈ ઉપાય બચતો નથી.
હાડકા તથા સાંધા ના દુખાવા માટે અનેક પરિબળો જવાબદાર છે જેમ કે રહ્યુંમેટોઈડ અર્થરાઈટીસ, ઓસ્ટીઓ અર્થરાઈટીસ, ગાઉટ, વાયરલ અર્થરાઈટીસ, રહ્યુંમેટીક લાઈમ ડીઝીઝ, ડ્રગ-ઈડયુંસ્ડ અર્થરાઈટીસ, બર્સાઈટીસ અને મોટાપો આ બધા જ મેડીકલ કારણો છે.
આજે તમને એક એવા ઘરગથ્થું નુસ્ખા વિશે જણાવીશું જેના ઉપયોગ થી તમારી સાંધા ના દુખાવા ની સમસ્યા નુ નિરાકરણ થઇ જશે તથા તમારા હાડકા ની મજબુતાઈ મા વધારો થશે. તો ચાલો જાણીએ આ નુસ્ખા વિશે.
આ ઔષધી ને તૈયાર કરવા સૌપ્રથમ એક કિલો મધ, ૧૦૦ ગ્રામ અળસી ના બીજ, ૫૦ ગ્રામ કોળું, ૫૦ ગ્રામ તલ ના બીજ, ૫૦ ગ્રામ સુકી દ્રાક્ષ, ૫૦ ગ્રામ સુર્યમુખી બીજ, ૫૦ ગ્રામ ઘઉં વગેરે સામગ્રી એકઠી કરી લેવી.
આ ઔષધી તૈયાર કરવી ખુબજ સરળ છે ઉપરોક્ત સામગ્રી માંથી મઘ ને છોડી બાકી બધી જ સામગ્રી ને મીક્ષર મા ભુક્કો કરી નાખો ત્યારબાદ આ ભુક્કા ને એક પાત્ર મા કાઢી તેના પર મધ ઉમેરો. ત્યારબાદ તેને મિક્સ કરી આ મિશ્રણ ને એક બોટલ મા સંગ્રહ કરી લો.
હવે નિયમિત સવારે નાસ્તા તથા બપોરે આહાર ગ્રહણ કર્યા પહેલા આ બોટલ માંથી એક-એક ચમચી નુ સેવન કરી લેવું. જેથી ખુબજ ટુંકા ગાળા મા તમારા સાંધા ના દુખાવા નું નિવારણ આવી જશે તથા તમારા હાડકા ની મજબુતાઈ મા વધારો થશે.
નોંધ: જો કોઈ ને પથરી ની સમસ્યા ના હોય તો આ મિશ્રણ મા ચૂનો ઘઉં ના દાણા સમાન ઉમેરી શકાય જેથી મિશ્રણ ની અસર ડબલ થઇ જાય છે.