You are here
Home > Gujarati News > આ રીતે તમારી ઘરે ઠંડીની સવારમા બનાવો ગરમા ગરમ સોફ્ટ અને ટેસ્ટી થેપલા

આ રીતે તમારી ઘરે ઠંડીની સવારમા બનાવો ગરમા ગરમ સોફ્ટ અને ટેસ્ટી થેપલા

મિત્રો જ્યારે ટ્રાવેલિંગ કરવાનું હોય કે પછી પિકનિક ની વાત આવે ત્યારે ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે છે. થેપલા એ છુંદો અને દહી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આજે અમે તમારી સાથે થેપલાની રેસિપી શેર કરવા જઈ રહ્યા છે. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે.

બનાવવાની સામગ્રી

ઘઉંનો લોટ બે કપ, એક મોટી ચમચી તેલ, દહીં એક મોટી ચમચી, હળદર પા ચમચી, મરચુ એક ચમચી, સ્વાદાનુસાર નમક, ઘઉંનો લોટ, તેલ

બનાવવાની રીત

મિત્રો સૌ પ્રથમ આ માટે ઘઉંના લોટ, તેલ અને દહીંને એક દમ મિક્સ કરી તેમાં બધો મસાલો કરીને સહેજ ઢીલો લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય પછી તેના પર તેલ લગાવી બરાબર લોટ મસળો અને લોટને ૧૦ મિનિટ સુધી રહેવા દો. મેથીના થેપલા બનાવવા માંગતા હોવ તો લોટમાં જ મેથી મિક્સ કરી દેવી.

હવે તમે છે લોટ બાંધ્યો છે તેના એક સરખા નાન અનાન લૂઆ પાડી લો. ત્યાર પછી જ વણવાનું શરૂ કરો. આમ કરવાથી તમારા બધા થેપલાની સાઈઝ એકસરખી રહેશે. આ લૂઆને હળવે હાથે અટામણ લઈને પાતળા વણી લો.

હવે ફાઇનલ સ્ટેપ માટે સૌથી પહેલા એક નોનસ્ટિક તવાને ગરમ કરીને તેના એક ચમચી તેલ મૂકી થેપલાને બંને બાજુથી તે સોનેરી બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી શેકી લો. બંને બાજુ એકસરખા પ્રમાણમાં તેલનો દોરો મૂકી થેપલા શેકવા. આ થેપલા ગરમાગરમ છૂંદા કે ગળ્યા અથાણા સાથે પીરસી શકો અથવા તો પછી ઠંડા પણ ખાઈ શકો.

Top