You are here
Home > Gujarati News > આ છે દુનિયાનું સૌથી સસ્તું ઠંડીના કપડા માટેનુ બજાર, જ્યાં લેધર જેકેટ મળેશે ફક્ત ૨૦૦ રૂપિયામાં.

આ છે દુનિયાનું સૌથી સસ્તું ઠંડીના કપડા માટેનુ બજાર, જ્યાં લેધર જેકેટ મળેશે ફક્ત ૨૦૦ રૂપિયામાં.

મિત્રો ધીમે ધીમે શિયાળાની શરૂવાત થઈ ચૂકી છે ત્યારે ઠંડીથી બચવા માટે ગરમ કપડા ખરીદવા જરૂર છે. ગરમ કપડાં માં પણ ઘણી બધી વેરાયટી હોય છે જેમ કે સ્વેટર, જર્સી, જેકેટ વગેરે. દર વરસે આવા કપડાઓની ખરીદી ઘણી બધી થતી હોય છે. અને આ કપડા ઘણા બધા મોંઘા હોય છે. પરંતુ આજે અમે એક એવી માર્કેટ વિશે જણાવીશું જ્યાં ઠંડીના કપડા ખુબજ સસ્તા મળે છે.

મિત્રો આવામાં જો તમે પણ આ મૌસમ માં ગરમ કપડાં ની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યા છો તો દિલ્લી ના ગાંધીનગર માર્કેટ તમારા માટે બેસ્ટ છે. ત્યાં સ્વેટર થી લઈને જેકેટ ખુબજ સસ્તા ભાવ માં મળી રહે છે. ત્યાં ખરીદી કરવા માટે ખાલી ભાવ કરાવતા આવડવું જોઈએ. જો તમે ભાવ કરવામાં એક્સપર્ટ છો તો આનાથી સારું માર્કેટ તમારા માટે બીજું કોઈ ના હોઈ શકે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ કોઈ નાનું સૂનું માર્કેટ નથી અહી લગભગ કાપડ ની ૧૫૦૦૦ થી પણ વધુ દુકાનો છે. જેને એશિયાની મોટામાં મોટી હોલસેલ માર્કેટ માનવામાં આવે છે. આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ પર અહીથીજ કપડા સપ્લાય કરવામાં આવે છે. અહી ખુબજ સારી અને હાઈ કવોલીટીનો શર્ટ ફક્ત ૧૦૦ રૂપિયામાં મળે છે. અને લેધરના જેકેટ ફક્ત ૨૦૦ રૂપિયામાં મળે છે.

એવું નથી કે અહી ફક્ત તમને શિયાળા માટેના ગરમ કપડાં જ મળે તે ઉપરાંત અહી જ્વેલરી વગેરે પણ ખુબજ સસ્તા ભાવે મળે છે. અહીના કપડાં દુકાનદારો પોતાની જાતે તૈયાર કરે છે. તેથી તેની ક્વાલિટી પણ ખૂબ સારી હોય છે. દિલ્લી માં આ માર્કેટ ઉપરાંત લાજપત નગર, સરોજની નગર, જનપદ, ચાંદની ચોક, કરોલબાગ, વગેરે બજાર પણ છે. ત્યાંથી લોકો શોપિંગ કરવાનું પસંદ કરે છે. દિલ્લી ઉપરાંત લુધિયાણાની ઘૂમર મંડી માર્કેટ અને ક્રીમ્પુરા બઝાર માંથી પણ કપડાની ખરીદી કરી શકો છો. ત્યાં ઉનના કપડા આપને ત્યાં જે ભાવે મળે છે તેનાથી ૫૦% ઓછા ભાવે મળે છે.

Top