You are here
Home > Ajab Gajab > કહેવાય છે ને કે આવવા વાળાને કોઈ રોકી શકતું નથી … તેવું જ થયું પ્રેગનેન્સી રોકવા માટે માં એ લગાવ્યું હતું કંટ્રાસેપ્ટિવ IUD, તે હાથમાં લઈને જન્મ્યુ બાળક…

કહેવાય છે ને કે આવવા વાળાને કોઈ રોકી શકતું નથી … તેવું જ થયું પ્રેગનેન્સી રોકવા માટે માં એ લગાવ્યું હતું કંટ્રાસેપ્ટિવ IUD, તે હાથમાં લઈને જન્મ્યુ બાળક…

કેટલીકવાર એવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે જે કેવી રીતે શક્ય છે તે કહેવું મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને દરેક લોકો આશ્ચર્યજનક થઇ જશે. તો ચાલો જાણી લઈએ એ ઘટના અને કિસ્સો ક્યાંનો છે અને શું થયું એના વિશે વિસ્તારમાં…

તાઈવાનમાં પણ એવો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એવું એક બાળક જન્મ્યું જે હાથમાં તે જ એન્ટી પ્રેગ્નન્સી કંન્ટ્રાસેપ્ટિવ (IUD) હતી, જે તેની માતાએ ગર્ભવતી ન થવા માટે ઉપયોગ કર્યો હતો. ભારતમાં જેને કોપર ટી તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક મહિલાઓ પ્રેગનન્સીથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે. આ બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ધ સનની એક ખબર મુજબ ન ફક્ત આ ગર્ભનિરોધક પોતાનું કામ કરવામાં ફેલ થયું, પરંતુ તે જન્મેલા બાળકના હાથમાં કેવી રીતે આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. તાઈવાનના હાઈફોંગ શહેરના હાઈ ફોંગ ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ગત અઠવાડિયે આ બાળકનો જન્મ થયો છે.

ડોક્ટરે જણાવ્યું કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યાર તેના હાથમાં આ કોપર ટી (કંન્ટ્રાસેપ્ટિવ) હતી. બાળકે આ કોપર ટી (કંન્ટ્રાસેપ્ટિવ) ને ખૂબજ સખત રીતે પકડી રાખી હતી. હોસ્પિટલ મુજબ ડોક્ટરો આ જોઈને હેરાન રહી ગયા અને તેઓએ આ બાબતે મહિલાને પૂછ્યું તો તેણીએ કબૂલ્યું કે તેણે પ્રેગનન્સીથી બચવા માટે આ કોપર ટી લગાવી હતી.

લોકો એવું માની રહ્યા છે કે ‘મિરેકલ બેબી’ ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે પહેલી વાર કોઈ બાળકે આવી રીતે તે જ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઈસ – કોપર ટી હાથમાં લઈને જન્મ લીધો છે. જે તેને આ દુનિયામાં આવતા રોકવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને એ જાણીને આશ્ચર્ય થયું અને મેં તેનો ફોટો લઇ લીધો. તેમણે કહ્યું કે મને ખબર હતી કે લોકો તેને જોઈને હેરાન થવાના છે.

મહિલાએ જણાવ્યું કે આ કંન્ટ્રાસેપ્ટિવ (કોપર ટી) 2 વર્ષ પહેલા લગાવી હતી. અને ઘણાં સમય સુધી લગભગ તેણે યોગ્ય રીતે કામ કર્યું. પરંતુ તેને કેટલાક મહિના પહેલા ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. ડોક્ટર મુજબ આ ડિવાઈસ ક્યારેક ક્યારેક પોતાની યોગ્ય જગ્યાએથી ખસી જાય છે. અને આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ડોક્ટરે જણાવ્યું કે મા અને બાળક બંને સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર આ ઘટના ને ‘મિરેકલ બેબી’ નામ આપવામાં આવી રહ્યું છે.

Top