You are here
Home > Featured > ૨૨ ગુપ્ત કેમેરા લગાવીને કરતો હતો એમની પત્નીની જાસુસી, જાણ થતા પતિ સાથે બની ગઈ આ ઘટના

૨૨ ગુપ્ત કેમેરા લગાવીને કરતો હતો એમની પત્નીની જાસુસી, જાણ થતા પતિ સાથે બની ગઈ આ ઘટના

લગ્ન એક પવિત્ર બંધન છે, જેમાં વિશ્વાસ લગ્નના આ સબંધ ને વધુ મજબુત બનાવે છે. વિશ્વાસ એ કોઈ પણ સબંધ માટે ખુબ જ જરૂરી ગણાય છે, પરતું આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જે જાણીને તમે પણ ચોકી જશો. જેમાં પતિ પત્ની ના સબંધ ને શરમજનક બનાવી દીધો છે. ચાલો જાણી લઈએ એ ઘટના માં એવું તે શું થયું કે પતિ પત્નીનો સબંધ શરમનાક બની ગયો. આ ઘટના છે કર્નાટક ના બેંગ્લોર શહેરનો. જેને સાંભળી ને દરેક લોકો હેરાન રહી જશે.

મીડિયા રીપોર્ટનું માનવામાં આવે તો એક વ્યક્તિ એ એના ઘરમાં જ ૨૨ ગુપ્ત કેમેરા, એક પ્રાઈવેટ ડીડેક્ટિવ અને એક સ્વાયવેયર સેલફોન લગાવી રાખ્યો હતો. જેનાથી તે તેની પત્ની ઉપર નજર રાખી શકે.

રીપોર્ટ મુજબ તો તે વ્યક્તિ એની પત્ની પર ખુબ જ શંકા કર્યા કરતો હતો. એને એની પત્ની પર થોડો પણ વિશ્વાસ હતો નહિ, તે તેની પત્નીની દરેક વાત કોલ અને મેસેજ ની જાણકારી આ ગુપ્ત કેમેરા અને સ્વાયવેયર સેલફોન થી રાખતો હતો. આ ઉપકરણો ની સહાયતા થી તેને એની પત્ની વિશે દરેક પ્રકારની જાણકારી મેળવી લેતો હતો.

જયારે એની પત્ની ને તેના પતિની આ જાસુસી વિશે જાણ થઇ તો તેમણે તેની પતિ ના માથા પર બેટ મારીને એનું માથું ફોડી નાખ્યું. આ ઘટના પછી પત્ની એ જણાવ્યું કે તે એના પતિના આ વ્યવહાર પછી એની સાથે રહેવા નથી માંગતી. અને પતિ નું કહેવું છે કે એની પત્નીએ એના ખુબસુરત ચહેરા ને ખરાબ કરી નાખ્યું છે. જેના કારણે હવે તે છુટા છેડા લેવા માંગે છે.

આ શંકા નું શું કારણ હતું તેને જાણવા માટે આપણે અમુક વર્ષ પાછળ જવું પડશે. જણાવી દઈએ કે તે બંનેની પહેલી મુલકાત ૨૦૦૭ માં થઇ હતી. તે પછી તે બંને ની વચ્ચે વાતચીત થવાની શરૂઆત થઇ ગઈ. આ વાતચીત થોડા સમય પછી પ્રેમ માં બદલાઈ ગઈ અને બંને એ ૨૦૧૦ માં એકબીજા સાથે લગ્ન કરી લીધા.

આ બંને વચ્ચે ૧૧ વર્ષનું અંતર હતું. બંને ની વચ્ચે થોડા સમય સુધી વાતચીત સરખી ચાલી રહી હતી, પરતું થોડા સમય પછી પતિના મગજ માં શંકાનું બીજ ઉત્પન્ન થવા લાગ્યું અને આ બાબત પર તે સમય પર તેને મનમાં વિચારી લીધું અને જ્યારે એમણે એની પત્નીને ફોન માંથી ફોટો કાઢીને એક વ્યક્તિ વિશે પૂછ્યું, અસલમાં તો તે વ્યક્તિ પત્ની નો ભત્રીજો હતો.

આ સવાલ પછી પત્નીને ખબર પડી ગઈ કે એનો પતિ એના ઉપર નજર રાખી રહ્યો છે, જેના કારણે પત્ની એ ગુસ્સામાં આવીને પતિના માથા પર ખુબ જ જોરથી બેટ માર્યું અને એનું માથું ફોડી નાખ્યું. આ ઘટના પછી બંને એ એક બીજા ને છૂટાછેડા આપવાની માંગ કરી.

Top