You are here
Home > Featured > જો તમારે પાસે હશે આવો સ્માર્ટફોન તો ફેબ્રુઆરી ૨૦૨૦ થી તમારા સ્માર્ટફોન માં નહિ ચાલે WhatsApp

જો તમારે પાસે હશે આવો સ્માર્ટફોન તો ફેબ્રુઆરી ૨૦૨૦ થી તમારા સ્માર્ટફોન માં નહિ ચાલે WhatsApp

મિત્રો, આજના દરેક લોકો પાસે સ્માર્ટફોન જ હોય છે. આજના જમાનામાં કોઈ પણ ને કીપેઈડ વાળો મોબાઈલ જ ગમતો નથી. સ્માર્ટફોનમાં દરેક લોકો WhatsApp નો ઉપયોગ કરતા જ હોય છે. મોબાઈલ વગર તો એક દિવસ પણ કોઈ વ્યક્તિ રહી નથી શકતું. આજે દરેક લોકો સ્માર્ટફોન હોય છે.નાના બાળકો પણ મોબાઈલ આપવામાં આવે તો તે લઈને બેસી જાય છે.

સ્માર્ટફોનનો  ઉપયોગ ખુબ જ વધવા લાગ્યો છે. જ્યાં જુઓ ત્યાં દરેક પાસે સ્માર્ટફોન જ જોવા મળે છે. આજે અમે તમને WhatsApp વિશે અમુક ખાસ બાબતો જણાવિશુ, જે જાણવી ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણી લઈએ.

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp અમુક એન્ડ્રોઈ સ્માર્ટફોન માં આવતા વર્ષ ની શરૂઆત થી બંધ થઇ જશે. ડેડલાઇન ફેબ્રુઆરી ૨૦૨૦ ની કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે Windows મોબાઈલ ફોન માંથી WhatsApp એ પહેલા જ એનું સપોર્ટીંગ બંધ કરવાનું એલાન કર્યું છે.

આ વર્ષમાં છેલ્લે સુધી વિન્ડોઝ ફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. Windows ફોન હવે મળતા જ બંધ થઇ ગયા છે, પરતું છતાં પણ આખી દુનિયા માં આજે પણ અમુક લોકો Windows મોબાઈલ ફોન નો ઉપયોગ કરે છે.

હવે WhatsApp અમુક એન્ડ્રોઈ યુઝર્સ માટે થોડી ખરાબ ખબર લઈને આવ્યા છીએ. WhatsApp મુજબ ૨.૩.૭ વર્જન ના એન્ડ્રોઈ સ્માર્ટફોન યુજર્સ અને ios ૭ પર ચાલતા iphone યુઝર્સ માં ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ થી અપડેટ થવાનો ઈશ્યુ વધારે નહિ થાય, કારણકે iPhone 5S જેવા જુના આઈફોન માં પણ કંપની નવું અપડેટ આપે છે. પરતું એન્ડ્રોઈ ની સાથે એવું નથી, ઘણી કંપનીઓ ના જુના સ્માર્ટફોન માં હવે એન્ડ્રોઈ ના અપડેટ મળતા બંધ થઇ ગયા છે.

સામાન્યતઃ WhatsApp એ એવું પણ કહ્યું છે કે કંપની ના આ નિર્ણય થી વધારે યુઝર્સ પર અસર નહી પડે. સાથે જ કામની એ કહ્યું છે કે જે લોકો ઘણા જુના એન્ડ્રોઈ ફોન અને આઈફોન નો ઉપયોગ કરી રહ્યા છે તે જ ફક્ત આ નિર્ણય થી પ્રભાવિત થશે. કારણકે હવે મોટાભાગના લોકો નવા સ્માર્ટફોન નો ઉપયોગ કરી રહ્યા છે અને એમાં નવા સોફ્ટવેર અપડેટ પણ આપવામાં આવે છે.

WhatsApp એ યુઝર્સ ને કહ્યું છે કે એમણે Android 4.0.3 અથવા એનાથી ઉપર ના વર્જન વાળા સ્માર્ટફોન નો ઉપયોગ કરવો, જેથી WhatsApp ની સર્વિસ બંધ ન થઇ શકે અને એનો ઉપયોગ કરી શકાય. iPhone યુઝર્સ જો iOS 8 અથવા એનાથી ઉપરના વર્જન નો ઉપયોગ કરે છે તો પણ તમને વોટ્સઅપ ચલાવવા માટે કોઈ પરેશાની નહિ થાય.

એનાથી પહેલા પણ WhatsApp એ જુના સ્માર્ટફોન માં સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. એમાં બ્લેકબેરી અને Windows ના જુના વર્જન ના સ્માર્ટફોન હતા. એની સિવાય Symbian પર ચાલતા સ્માર્ટફોનમાટે પણ કંપની એ સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે.

Top