You are here
Home > Featured > ૧૬ જુલાઈ ના રોજ છે ચંદ્ર ગ્રહણ, આ રાશિઓ પર જરૂરથી પડી શકે છે એની અસર…

૧૬ જુલાઈ ના રોજ છે ચંદ્ર ગ્રહણ, આ રાશિઓ પર જરૂરથી પડી શકે છે એની અસર…

૧૬ જુલાઈ ના રોજ ચંદ્ર ગ્રહણ થવાનું છે અને આ ચંદ્ર ગ્રહણ મધ્ય રાત્રી માં શરુ થશે. આ ચંદ્ર ગ્રહણ આ વર્ષ નું બીજું ચંદ્ર ગ્રહણ થવાનું છે. એની પહેલા આ વર્ષ ની શરૂઆત માં આ વર્ષ નું પ્રથમ ચંદ્ર ગ્રહણ થયું હતું. આ ૧૬ જુલાઈ ના રોજ થનાર ચંદ્ર ગ્રહણ ભારત સહીત ઘણા દેશો માં ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ, અને દક્ષિણ અમેરિકા માં જોવા મળવાનું છે.

હિંદુ ધર્મ માં ગ્રહણ ને યોગ્ય નથી માનવામાં આવતું અને ગ્રહણ દરમિયાન જેની આપના જીવન પર અસર પડતી હોય છે તેવી ઘણી એવી વસ્તુ નું ધ્યાન રાખવામાં આવે છે.

ચંદ્ર ગ્રહણ નો સમય : ચંદ્ર ગ્રહણ ૧૬ જુલાઈ ની મધ્ય રાત્રી માં ૧ વાગ્યા ને ૩૨ મિનીટ પર શરુ થશે જે સવારે ૪:૩૧ મિનીટ સુધી રહેશે. એટલા માટે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું અને ઘણા પ્રકાર ની સાવધાની રાખવી.

ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું..

  • ચંદ્ર ગ્રહણ શરુ થાય એ સમય દરમિયાન જમવું નહી અને જમવાનું પણ ન બનાવવું.
  • આ દરમિયાન તમારા પૂજા ઘરને કપડા થી ઢાંકી ને રાખવું.

  • ખાવાની વસ્તુ જેમ કે દૂધ, ચોખા, ખાંડ અને વગેરે ની અંદર તુલસી ના પાંદડા નાખવા. તુલસી ના પાન ને ગ્રહણ લાગે તે પહેલા જ તોડી લેવા, કારણ કે ગ્રહણ ના સમય દરમિયાન તુલસીને અડવું શુભ નથી માનવામાં આવતું.
  • ચંદ્ર ગ્રહણ દરમિયાન ઘર ની બહાર ન નીકળવું.

  • ચંદ્ર ગ્રહણ ને ખુલી આંખથી ના જોવું અને ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાન ના નામ નો જાપ કરવો.
  • ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું.
  • ચંદ્ર ગ્રહણ દરમિયાન સુવાનું પણ શુભ માનવામાં આવતું નથી.

ચંદ્ર ગ્રહણ પછી કરવું જોઈએ આ કામ

  • ચંદ્ર ગ્રહણ પૂરું થયા પછી વસ્તુ નું દાન કરવું. એવું કરવાથી ચંદ્ર ગ્રહણ નો પ્રભાવ તમારા પર પડશે નહિ અને તમારી કુંડળી ના બધા ગ્રહ શાંત બની રહે છે. ચોખા, તાંબુ અને તેલ નું દાન ચંદ્ર ગ્રહણ દરમિયાન કરી શકો છો. ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાન ના નામ નો જાપ કરવો.
  • ગ્રહણ સમાપ્ત થઇ જાય પછી સ્નાન જરૂર કરવું અને નહાવા ના પાણીમાં ગંગા જળ પણ જરૂર નાખવું. સ્નાન કરીને આખા ઘર ની સફાઈ પણ કરવી.
  • મંદિર ની પુંજા કરતા પહેલા મંદિર ની સાફ સફાઈ કરવી અને ભગવાન ની મૂર્તિઓ ને ગંગા જળ થી સાફ કરવી.

 

૯ કલાક પહેલા લાગશે સુતક

આ વખતે ગુરુ પૂર્ણિમા ના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનું છે અને ચંદ્ર ગ્રહણ થી ૯ કલાક પહેલા સુતક લાગી જશે, એટલે કે ચંદ્ર ગ્રહણ ૦૧:૩૧ વાગે શરુ થશે જયારે સુતક સાંજે ૪:૩૦ વાગે જ લાગી જશે. માન્યતા છે કે સુતક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

આ રાશિઓ પર પડશે અસર

આ ચંદ્ર ગ્રહણ નો પ્રભાવ ઘણી રાશિઓ પર પાડવાનો છે અને જે રાશિ પર એનો પ્રભાવ પડશે એનું નામ આ પ્રકારે છે-રાશિ મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધનુ અને મકર. આ રાશિના લોકો ચંદ્ર ગ્રહણ ના પ્રભાવ થી બચવા માટે ચંદ્ર ગ્રહણ પૂરું થવાના તરત પછી જઈને વસ્તુઓ નું દાન કરવું.

Top