You are here
Home > Gujarati News > દેશના કોઈ પણ ખુણે આવેલ દુકાન પરથી ખરીદી શકાશે રાશન! મોદી સરકાર જલ્દી જ લોન્ચ કરશે ‘વન નેશન-વન રાશનકાર્ડ’ સ્કીમ, જાણો શું છે ‘વન નેશન-વન રાશનકાર્ડ’

દેશના કોઈ પણ ખુણે આવેલ દુકાન પરથી ખરીદી શકાશે રાશન! મોદી સરકાર જલ્દી જ લોન્ચ કરશે ‘વન નેશન-વન રાશનકાર્ડ’ સ્કીમ, જાણો શું છે ‘વન નેશન-વન રાશનકાર્ડ’

મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણા એવી યોજનાઓ બહાર પાડે છે, જેની નાના માણસો ને ખુબ જ ઉપયોગી બની રહે છે. વન નેશન વન ટૈક્સ એટલે કે જીએસટી ની તર્જ પર હવે કેન્દ્ર સરકાર વન નેશન વન રાશનકાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વન નેશન વન રાશનકાર્ડ હોય તો એ પછી કોઈ પણ રાશનકાર્ડ ધારક દેશ માં કોઈ પણ પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ (પીડીએસ) દુકાન માંથી રાશન ખરીદી શકાશે.

આ યોજના નો એ લોકો ને સૌથી વધારે ફાયદો મળશે જે બીજા રાજ્યો માં નોકરી કરે છે. આ યોજના ને લાગુ કરવા માટે ઉપભોક્તા મામલા ના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન એ ગુરુવાર ના રોજ ખાદ્ય પદાર્થ સચિવ અને રાજ્ય સરકારો એ પ્રતિનિધિ ઓ ની સાથે બેઠક કરી હતી.

એક વર્ષ માં લાગુ થઇ જશે નવી વ્યવસ્થા : આ યોજના માટે ની બેઠક કર્યા પછી સંવાદદાતાઓ સાથે વાતચીત માં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન એ જણાવ્યું છે કે આ યોજના ને ૧ વર્ષ ની અંદર લાગુ કરવા માટે નો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એમણે એ પણ જણાવ્યું છે કે યોજના ને મૂર્તરૂપ આપવા માટે પીડીએસ દુકાનો પર પોઈન્ટ્સ ઓફ સેલ (પીઓએસ) મશીનો ની ઉપલબ્ધતા જરૂરી છે. અત્યારે આંધ્ર પ્રદેશ, હરિયાણા સહીત ઘણા પ્રદેશો માં સો ટકા દુકાનો પર પીઓએસ મશીનો ઉપલબ્ધ થઇ ગઈ છે. યોજના ને લાગુ કરવા માટે ૧૦૦ ટકા પીડીએસ દુકાનો પર પીઓએસ ની ઉપલબ્ધતા જરૂરી છે.

કોઈ દુકાન સાથે બંધાયેલા નહિ રહે કોઈ લાભાર્થી

પાસવાન એ જણાવ્યું કે આ યોજના નો મકસદ લાભાર્થી ઓ ને સ્વતન્ત્રતા  દેવાનો છે જેથી તે કોઈ પણ પીડીએસ દુકાન સાથે બંધાયેલા નહિ રહે. એનાથી દુકાન માલિકો પર નિર્ભરતા ઘટી જશે અને ભ્રષ્ટાચાર માં પણ ઘટાડો થઇ શકશે. એમણે કહ્યું કે આ યોજના થી એ લોકો ને જ સૌથી વધારે ફાયદો થઇ શકશે, જે નોકરી માટે ખુબ જ સારા અવસરો માટે બીજા રાજ્યો માં પ્રવાસ કરે છે.

આ રાજ્યો માં લાગુ છે આઇએમ પીડીએસ

ઉપભોક્તા મામલા ના મંત્રાલય ની તરફથી જાહેર કરવામાં આવેલ સુચના અનુસાર, ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પીડીએસ (આઇએમ પીડીએસ) ના કારણે ઘણા રાજ્યો માં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ થી કોઈ પણ લાભાર્થી કોઈ પણ જીલ્લા માંથી રાશન ખરીદી શકે છે. આ રાજ્યો માં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્નાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાના અને ત્રિપુરા વગેરે રાજ્યો નો સમાવેશ કરવામાં આવેલ છે.

નિર્ણય માં કહેવામાં આવ્યું છે કે અન્ય રાજ્યો એ પણ જલ્દી થી જલ્દી આઇએમ પીડીએસ ની વ્યવસ્થા ને લાગુ કરવા માટે નો ભરોસો આપ્યો છે. બેઠક માં પાસવાન એ કહ્યું છે કે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ ૮૧ કરોડ લાભાર્થી ઓ ની લાઈફ લાઈન છે.

Top